સકારાત્મક વૈશ્વિક સંકેતો બાદ પણ આજે બુધવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું.
સેન્સેક્સ ખુલતાની સાથે જ લગભગ 400 પોઈન્ટ તૂટ્યો હતો.
આ પહેલા મંગળવારે ટ્રેડિંગ સમાપ્ત થયા બાદ સેન્સેક્સ 934.23 પોઈન્ટના વધારા સાથે 52,532 પર ટ્રેડ કરી રહ્યો હતો.
બે દિવસની તેજી અને સકારાત્મક વૈશ્વિક સંકેતો છતાં બુધવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ખુલતાની સાથે જ લગભગ 400 પોઈન્ટ તૂટ્યો હતો. સેન્સેક્સ લગભગ 0.72 ટકાના ઘટાડા સાથે 52154.49 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તો નિફ્ટીમાં 120 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. તે 0.77 ટકાના ઘટાડા બાદ 15519 પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લાલ નિશાનમાં છે.
આ અગાઉ મંગળવારે ટ્રેડિંગ સમાપ્ત થયા બાદ સેન્સેક્સ 934.23 પોઈન્ટના વધારા સાથે 52,532 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 288.65 પોઈન્ટના વધારા સાથે 15,638 પર બંધ રહ્યો હતો.
જ્યારે સેન્સેક્સમાં 1.81 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 1.88 ટકાનો વધારો જોવા મળ્યો હતો.