મુંબઇઃ બોગસ TRP કેસની રડારમાં આવેલા 5 ટીવી ચેનલોની મુશ્કેલીઓ વધી ગઇ છે. ક્રાઇમ બ્રાન્ચ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઇયુ) એ આ ચેનલોના માલિકી પોસાથે તેમના તમામ બેન્ક એકાઉન્ટની પાંચ વર્ષની માહિતી માંગી છે.
CIUના એક અધિકારીએ આજે ગુરુવારે કહ્યુ કે, અમે આ ચેનલોના કેટલાંક બેન્ક એકાઉન્ટની તપાસ કરી, તો જાણવા મળ્યુ કે, તેમાં અચાનક નોંધપાત્ર વૃદ્ધિ આવી છે. કારણ કે, અમે આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને કેસના મૂળ સુધી જવા માંગીયે છીએ, આથી અમે આ તમામ ટીવી ચેનલોના માલિકો અને તેમના ફાઇનાન્સ વિભાગ પાસેથી છેલ્લા પાંચ વર્ષના બેન્ક એકાઉન્ટની તમામ વિગતો માંગી છે.
8 ઓક્ટબરે જ્યારે મુંબઇ પોલીસ કમિશનર પરમબીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, ત્યારે તેમણે ફખ્ત મરાઠી, બોક્સ સિનેમાની સાથે રિપબ્લિક ચેનલનું નામ લીધુ હતુ. ત્રણ દિવસ પહેલા સીનિયર ઇન્સ્પેક્ટર સચિન વઝેની ટીમે જ્યારે દિનેશ વિશ્વકર્મા અને રામજી વર્મા નામના બે આરોપીની ધરપકડ કરી, તો તેમની પુછપરછમાં વધુ બે ચેનલોના નામ સામે આવ્યા. જેમાં એક હિન્દુ ન્યુઝ ચેનલ અને બીજી મ્યુઝિક ચેનલ છે.
રિપબ્લિક ટીવીના ઘણા વ્યક્તિઓની પુછપરછ
CIU આ કેસમાં રિપબ્લિક ચેનલના ઘણા લોકોની પુછપરછ કરી રહી છે. ગુરુવારે ડિસ્ટ્રીબ્યૂશન હેડ ધનશ્યામસિંહ અને એડિટર નિરંજન સ્વામિની પુછપછર કરી હતી. સ્વામીથી CIUએ હંસાની તે રિપોર્ટ અંગે પણ સવાલ ઉઠાવ્યો કે, જે દસ ઓક્ટોબર અને ત્યારબાદ પણ ઘણી વખત રિપબ્લિક ચેનલ પર દેખાડવામાં આવી હતી.
CIU એ અગાઉની પુછપરછમાં નિરંજન સ્વામી પાસે હંસાની તે રિપોર્ટ માંગી હતી. તપાસ એજન્સીના એક અધિકારીના મતાનુસાર, તેમણે ગુરુવારે અમને તે રિપોર્ટની ઝેરોક્ષ કોપી આપી, તેની ઉપર કોઇ તારીખ લખેલી ન હતી. તે કોને સંબોંધિત છે, તેની કોઇ માહિતી નથી. આઇથી તપાસ એજન્સીએ તેમને હંસાની આ રિપોર્ટની ઓરિજનલ કોપી આપવા નિર્દેશ કર્યો છે અને તેમને પુછપરછ માટે ફરી બોલાવશે.