હાલમાં ચાલી રહેલી પરીક્ષાઓ દરમિયાન બોર્ડનું પેપર લીક થઈ જતા 24 જિલ્લામાં પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાના અહેવાલો છે, આપને જણાવી દઈએ કે યુપી બોર્ડનું 12માનું અંગ્રેજીનું પેપર લીક થયું છે. આ પછી, 24 જિલ્લામાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ જિલ્લાઓમાં આગ્રા, મૈનપુરી, મથુરા, ગાઝિયાબાદ અને અલીગઢ અને બાગપતનો સમાવેશ થાય છે. પરીક્ષા આજે બપોરે 2 કલાકે યોજાવાની હતી. પરીક્ષા રદ થયા બાદ હજુ આગામી તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
બોર્ડ ટૂંક સમયમાં આ અંગે સૂચના જારી કરી શકે છે.
