બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવને ઈન્દોર પોલીસે 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં નોટિસ પાઠવી છે જેમાં 15 દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવા જણાવાયુ છે.
બિલ્ડર સુરિન્દર સિંહે પોલીસને ફરિયાદ કરી હતી કે રાજપાલ યાદવે તેના પુત્રને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાન્સ આપવા અને તેને પ્રમોટ કરવા માટે 20 લાખ રૂપિયા લીધા હતા. પરંતુ આજ સુધી રાજપાલ યાદવે તેમના પુત્રને કોઈ કામ આપ્યું નથી અને કોઈ જગ્યાએ ફિલ્મમાં કોઈ રોલ પણ અપાવ્યો નથી.
જેથી જ્યારે તેને પૈસા પરત કરવા કહેવામાં આવ્યું ત્યારે તે ગાયબ થઈ ગયો. હવે તે ન તો ફોન ઉપાડી રહ્યો છે અને ન તો પૈસા પરત કરી રહ્યો છે. આ બધાથી પરેશાન બિલ્ડરે તુકોગંજ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તાત્કાલિક અસરથી તેની તપાસ શરૂ કરી દીધી હતી.
હવે અભિનેતા વિરુદ્ધ નોટિસ જારી કરવામાં આવી છે અને તેને 15 દિવસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. કેસની તપાસ કરી રહેલા સબ ઇન્સ્પેક્ટર લાલન મિશ્રાએ જણાવ્યું કે સુરિન્દર સિંહે ગયા અઠવાડિયે આ અંગે ફરિયાદ કરી હતી. તેના આધારે અભિનેતાને નોટિસ પાઠવવામાં આવી છે અને તેને 15 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.