બોલિવૂડ એક્ટર વિકી કૌશલે હાલમાં જ મુંબઈના સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિકી કૌશલે એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ વ્યક્તિએ કેટ-વિકીને સો.મીડિયામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાંતાક્રૂઝ પોલીસે આ કેસમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ 506(2), 354(D) r/w સેક્શન 67 IT એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે.
બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરીના કૈફને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
આ મામલામાં વિકીએ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
આદિત્ય રાજપૂત નામના વ્યક્તિ પર સોશિયલ મીડિયા પર ધમકી આપવાનો આરોપ છે.
વિકી કૌશલની ફરિયાદના આધારે પોલીસ આદિત્ય વિરુદ્ધ તપાસ કરી રહી છે.