બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, અભિનેત્રીના ભાઈને પોલીસે બેંગ્લોરથી કસ્ટડીમાં લીધો છે. તેના પર ડ્રગ્સ લેવાનો આરોપ છે.
પોલીસે દરોડા પાડ્યા બાદ તેઓને પોતાની કસ્ટડીમાં લીધા હતા.
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર પર ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો છે. બેંગ્લોર પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. પોલીસે એક હોટલ પર દરોડો પાડ્યો જ્યાંથી સિદ્ધાંતની અટકાયત કરવામાં આવી છે. ડ્રગ ટેસ્ટમાં સિદ્ધાંત સાથેના કુલ છ લોકો પોઝિટીવ મળી આવ્યા છે. આ પાર્ટી બેંગ્લોરના એમજી રોડ પર સ્થિત હોટલમાં ચાલી રહી હતી.