બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો સ્ટેરન VUI-202012/01 વાયરસ જોવા મળ્યા બાદ વિશ્વ ખળભળી ઉઠ્યું છે અને આ વાયરસ ઘણો સંક્રમિત ગણાવવામાં આવી રહ્યો છે. ઘણા દેશો બ્રિટન જતી ફ્લાઈટ્સ પહેલાથી જ બંધ કરી દીધી છે. દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો ત્યારે તેની અસર હવે શેર બજાર ઉપર પડી હતી અને બજાર બંધ થવાની થોડાંક મિનિટો પહેલાં જ બીએસઇ ખાતે સેન્સેક્સમાં 2000નો કડાકો બોલાયો છે. કેટલાક દેશોમાં ફરી લોકડાઉનની જાહેરાત બાદ બજારમાં ગાબડું પડ્યું છે આમ શેરબજારમાં આજે ભારે કડાકો બોલાવા સાથે સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો નોંધાયો છે. થોડા દિવસથી ચાલી રહેલી તેજી બાદ આજે કોરોના ફરીથી વકરતા શેર બજાર પર મોટી અસર જોવા મળી છે. સેન્સેક્સમાં 1651 પોઈન્ટનો કડાકો નોંધાયો છે. જ્યારે નિફ્ટીમાં 522 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. બેન્ક નિફ્ટીમાં 1000 પોઈન્ટનો કડાકો નોંધાયો છે. આમ કોરોના ના નવા વાયરસ ને લઈ ભારે નિરાશા જોવા મળી રહી છે કેમકે કોરોના ની વેકશીન બનાવવાનું કામ ચાલુ છે અને ટ્રાયલ ચાલુ છે તેવે સમયે વાયરસ નું નવું રૂપ સામે આવતા વૈજ્ઞાનિકો તેના ઉપર ફરીથી સંશોધન કરવાની ફરજ પડશે.
