બ્રિટીન માં કોરોના નો નવો સ્ટેરન VUI-202012/01 જોવા મળતા દુનિયા ભયભીત થઈ છે ત્યારે ભારત ના મંત્રી એ કહ્યું આપણે સતર્ક છીએ કોઈ એ ગભરાવાની જરૂર નથી.કોરોના એ દુનિયા માં હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો સ્ટેરન VUI-202012/01 જોવા મળતા દુનિયાના અન્ય દેશો ભયભીત બન્યા છે આ વાયરસ ઘણો સંક્રમિત ગણાવવામાં આવી રહ્યો છે. ઘણા દેશો બ્રિટન જતી ફ્લાઈટ્સ જ બંધ કરી દીધી છે.
બ્રિટનમાં કોરોના વાઈરસના બદલાતા રૂપ(મ્યુટેટેડ વેરિએન્ટ)થી સ્થિતિ બગડી છે, જેને જોતાં કેન્દ્ર સરકારે આજે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની તાત્કાલીક મીટિંગ બોલાવી છે. બ્રિટનમાં સ્થિતિ બગડવાના કારણે લંડન અને અન્ય ઘણા ભાગમાં ફરી લોકાઉન લગાવવું પડ્યું હોવાના અહેવાલ છે.
જોકે ભારત ના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, બ્રિટનમાં મળેલા કોરોના વાઈરસના નવા સ્ટ્રેન અંગે ગભરાવાની જરૂર નથી. સરકાર પહેલે થી જ સતર્ક છે એટલે ભારતમાં વાંધો નહિ આવે.
