પાલીઃ રાજસ્થાનના પાલી જિલ્લામાં આજે એક અત્યંત ભયંકર અકસ્માત થયો છે જે જોઇને ભલભલા વ્યક્તિ ધ્રુજી ઉઠશે. આજે રાજસ્થાનના પાલી જિલ્લામાં જયપુર અમદાવાદ રાષ્ટ્રીય રાજમાર્ગ-162 પર સાંડેરાવ પાસે આ ભયંકર અકસ્માત થયો હતો. જેમાં 100 ફૂટ લાંબી ભારી ભરખમ પાઈપ ચાલુ બસની આરપાસ ઘૂસી ગઇ હતી. જેને પગલે આ બસમાં સવાર એક મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું છે. જ્યારે એક યુવકનું માથું ફાટી ગયું છે. બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું છે.
જાણકારી મુજબ આ ઘટના રાજસ્થાનના સાંડેરાવ વિસ્તારથી 3 કિમી દૂર મંગળવારે સાંજે 4.30 કલાકની આસપાસ થયું છે. બતાવાઈ રહ્યું છે કે અહીં જમીનમાં ગેસની પાઈપલાઈન નાંખવાનું કામ ચાલુ હતું. આ દરમિયાન કંપનીની ટીમ 100 ફૂટ લાંબી પાઈપને હાઈડ્રોલિક મશીનની મદદથી ખાડામાં મુકી રહી હતી. તે દરમિયાન આ ઘટના બની છે.
આ દુર્ઘટનામાં બસમાં બેઠેલી એક મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું. ત્યાં એક યુવકનું માથું ફાટી ગયું છે. આ સિવાય 13 લોકો ઘાયલ થઈ ગયા છે. ઘટના એટલી ભયંકર હતી કે આસપાસ રહેલા લોકોના મોંમાંથી ચીસ પડી ગઈ.