જો તમે એક સરકારી કર્મચારી હોવ તો કદાચ તમને નોકરીમાંથી છૂટા થયા બાદ પેન્શન મળશે, પણ જો તમે કોઈ ખાનગી કંપનીમાં કામ કરતા હોવ તો તમને કોઈ પણ જાતનું પેન્શન મળશે નહીં. જો તમે બેરોજગાર હોવ તો સરકાર તરફથી કે બીજી કોઈ પણ અન્ય જગ્યાએથી પેન્શનની કોઈ તક નથી. પણ આ એક એવી પેન્શન યોજના છે જે તમને પેન્શન ભોગી બનાવી દેશે, ભલે તમે બેરોજગાર કેમ ના હોવ. આ યોજના સરકારી કર્મચારીઓ, પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા અધિકારીઓ, મહિલાઓ, પુરુષો અને વિદ્યાર્થીઓ માટે પણ છે. આ યોજનાનો લાભ કોઈ પણ ધર્મના લોકો લઈ શકે છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી ઉંમર 18 વર્ષથી 42 વર્ષ સુધી હોવી જોઈએ અને તમે ભારતીય નાગરિક હોવા જોઈએ.આ યોજનમાં બેંક તમારા ખાતામાં 1,000 થી 5,000 રૂપિયા જમા કરશે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્ન મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. તેને અટલ પેન્શન યોજના તરીકે ઓળખવામાં આવશે.
આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે બેંકમાં એક ફોર્મ ભરવું પડશે અને દર મહિને 210 રૂપિયાની રકમ જમા કરાવવાની રહેશે. 42 વર્ષની ઉંમર પછી બેંક દર મહિને તમારા ખાતામાં 5000 રૂપિયા જમા કરશે. આ ઉપરાંત એક ઓછા ખર્ચવાળી યોજના પણ છે, જેમાં તમે 42 વર્ષની ઉંમર પછી બેંકમાં દર મહિને 42 રૂપિયા જમા કરાવશો તો તમને દર મહિને 1,000 રૂપિયા મળશે.