ભાજપનાજ મંત્રી દિનેશ ખટીકે ભાજપમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલતો લેટર બૉમ્બ ફોડયો છે તેઓએ અમિત શાહને પોતાનું રાજીનામુ પણ મોકલી દીધું છે.
રાજ્યમંત્રી દિનેશ ખટીકના રાજીનામાના અહેવાલો બાદ મંત્રીએ સરકારની કામગીરી અને વિવિધ વિભાગોમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે સરકારને પત્ર લખતા ભારે ચકચાર મચી છે.
રાજ્યમંત્રી અને હસ્તિનાપુરના ધારાસભ્ય દિનેશ ખટીકે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સરકારની કામગીરી અને વિભાગમાં ભ્રષ્ટાચાર પર ઘણા મોટા સવાલો ઉઠાવ્યા છે. આ સાથે જ તેમણે અમિત શાહને પોતાનું રાજીનામું પણ મોકલ્યું હતું. તેમણે પત્રમાં લખ્યું છે કે ‘નમામિ ગંગે’ અને ‘હર ઘર જલ યોજના’માં નિયમોની અવગણના કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.