ભાજપે આજે બુધવારે નવા સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિની
11 સભ્યોવાળા સંસદીય બોર્ડની કરેલી જાહેરાતમાં નવા સંસદીય બોર્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ સિવાય સર્વાનંદ સોનોવાલ, બીએસ યેદિયુરપ્પા, કે. લક્ષ્મણ, ઈકબાલ સિંહ લાલપુરા, સુધા યાદવ, સત્યનારાયણ જાટિયા અને પાર્ટી સચિવ બીએલ સંતોષનો સમાવેશ કર્યો છે.
જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને હઠાવી દેવામાં આવ્યા છે,સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિમાં કોઈપણ CMને સ્થાન મળ્યું નથી.
તેની સાથે જ બીજેપીએ 15 સભ્યોની કેન્દ્રીય ચૂંટણી સમિતિની રચના કરી છે. તેમાં PM મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ સિવાય બીએસ યેદિયુરપ્પા, કે લક્ષ્મણ, ઈકબાલ સિંહ લાલપુરા, સુધા યાદવ, સત્યનારાયણ જાટિયા, ભૂપેન્દ્ર યાદવ, દેવેન્દ્ર ફડણવીસ, ઓમ માથુર, બીએલ સંતોષ અને વનથી શ્રીનિવાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
