ભાજપના કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી ઇચ્છે છે કે કોંગ્રેસ મજબૂત બને તેઓએ સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને બચાવી લેવા કામના કરી હતી. તેમણે કહ્યું કે પ્રાદેશિક પક્ષોને વિપક્ષનું સ્થાન લેતા બચાવવા માટે કોંગ્રેસનું મજબૂત થવું ખુબજ જરૂરી છે.
મહારાષ્ટ્રના પૂણે ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા ગડકરીએ જણાવ્યુ હતું કે ભાજપના અટલજી જ્યારે 1950ના લોકસભાની ચૂંટણી હારી ગયા હતા તો પણ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અટલજીને માન અને સન્માન આપતા હતા તેઓ અટલજીની ખુબજ ઈજ્જત કરતા હતા.
લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા ખુબજ મહત્ત્વપૂર્ણ હોય છે અને તેથી હું દિલથી કામના કરું છું કે કોંગ્રેસ મજબૂત બની રહે. જે કોંગ્રેસમાં છે તેમણે પાર્ટી પ્રત્યે પ્રતિબદ્ધતા બતાવતા પાર્ટીમાં જળવાઈ રહેવું જોઈએ.
તેમણે કહ્યું હતું કે પરાજયથી નિરાશ ન થઈને કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ. કોઈએ ફક્ત ચૂંટણી હારી જવાથી નિરાશ થઇને પાર્ટી કે વિચારધારા ન છોડવી જોઇએ.
દરેક પાર્ટીનો એક દિવસ જરૂર પાછો આવે છે,બસ કામ કરતા રહેવું જોઈએ. સત્તાધારી પક્ષ અને વિપક્ષ લોકતંત્રનાં બે પૈડાં જેવા છે અને તે નિભાવવા જોઈએ.
બુધવાર, મે 14
Breaking
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
- Breaking: પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓની અંતિમયાત્રામાં હાજર જોવા મળ્યા
- Breaking ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર 90 ફ્લાઇટ્સ રદ, સંપૂર્ણ યાદી અહીં તપાસો