દેશમાં બેરોજગારી ફાટી નીકળી છે અને ભણી ગણીને પણ નોકરી મળતી નથી જેમાં જો યુવાન હોયતો નોકરી માટે લાંચ આપવી પડે અને જો છોકરી હોયતો તેણે નોકરીના બદલામાં પોતાનું સોંપવા મજબુર થવું પડી રહ્યું હોવાનું કર્ણાટક રાજ્ય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને ધારાસભ્ય પ્રિયંક ખડગેએ નિવેદન આપ્યું છે.
ધારાસભ્ય પ્રિયંક ખડગેએ પોતાના નિવેદનમાં ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
તેઓનું કહેવુ છે કે રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે પુરુષોએ લાંચ આપવી પડે છે જ્યારે યુવતીઓએ કોઈની સાથે સૂવું પડે છે,મતલબકે નોકરી માટે યુવતિઓએ પોતાનું શરીર સોંપવું પડે છે તોજ નોકરી મળે છે.
વાસ્તવમાં, કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા અને ધારાસભ્ય ખડગે બેરોજગારીને લઈને ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા સાથેજ
ખડગેએ ભરતી કૌભાંડોની ન્યાયિક તપાસ અથવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) તપાસની પણ માંગ કરી હતી અને સરકારને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાની માંગ કરી હતી.