હાલમાં અગ્નિપથ યોજના મારફતે સેનામાં માત્ર ચાર વર્ષની નોકરી મુદ્દે યુવાનોમાં નારાજગી છે અને તેનો વિરોધ કરી રહયા છે ત્યારે બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ અગ્નિવીરને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું કે મારે જો ભાજપની ઓફિસમાં સિક્યોરિટી રાખવી હશેતો હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ.
તેઓએ અગ્નિવીર યોજનાને લાભકારી ગણાવી ઊમેર્યુ કે ચાર વર્ષની સેવા બાદ જવાન બહાર નીકળશે તો તેને 11 લાખ રૂપિયા મળશે. તે છાતી પર અગ્નિવીરનું મેડલ લગાવીને ફરી શકશે. સૈનિક વિશ્વાનનું નામ છે, ફૌજી પર લોકોને વિશ્વાસ છે. મારે જો ભાજપની ઓફિસમાં સિક્યોરિટી રાખવી છે તો હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ.
ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના આ નિવેદન પર કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી તેનો વિરોધ વ્યક્ત કર્યો છે. મધ્યપ્રદેશ કોંગ્રેસે સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યું કે- ભાજપ મહાસચિવ સૈનિકોનું અપમાન કરી રહયા છે, શુ અગ્નિવીરોને ભાજપ કાર્યાલયની બહાર ચોકીદાર બનાવી દેશે ? આ માનસિકતાનો જ ડર હતો. “બેશર્મ સરકાર.”
પ્રદેશ કોંગ્રેસ મીડિયા વિભાગના અધ્યક્ષ કેકે મિશ્રાએ કહ્યું કે ગુંડા-કુખ્યાત અપરાધીઓની પત્નીને 5 વર્ષ માટે કોર્પોરેટર બનાવનાર ભાજપના રાષ્ટ્રી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય માત્ર 4 વર્ષ માટે સેનામાં ભરતી થનારા અગ્નિવીરોને ભાજપની ઓફિસમાં ચોકીદાર બનાવશે! આ બેરોજગાર યુવાનો તેમજ સેનાના પરાક્રમનું અપમાન છે. ભાજપ માફી માગે.
આમ,અગ્નિપથ યોજનાની બબાલ ચાલુ છે અને રાજકીય નિવેદનો સેનાના ભાવિ જવાનોને દઝાડી રહયા છે.