હોળી પર્વ ઉપરજ સિંધિયા એ કોંગ્રેસ ને રામરામ કરી દેતા રાજકારણ ગરમાયુ છે અને કેશુડા ના રંગે ભાજપ ને રંગી નાખતા વધુ 22 ધારાસભ્યો એ પણ કોંગ્રેસ માંથી રાજીનામા આપી દીધા હોવાના સમાચાર છે જો આ રાજીનામા મંજુર થયા તો ભાજપ વાજતેગાજતે સરકાર બનાવી શકશે.
SP ધારાસભ્ય રાજેશ શુક્લા અને BSP ધારાસભ્ય સંજીવ કુશવાહ શિવરાજ સિંહ ચૌહાણને મળવા પહોંચ્યા હોવાના અહેવાલ છે.આ બધા વચ્ચે શિવરાજનો દાવો છે કે બિસાહૂલાલ સાથે કોંગ્રેસના કંસાનાએ પણ વિધાનસભાનું સભ્યપદ છોડ્યું છે અને તેઓ ભાજપમાં આવશે અહેવાલો મુજબ ભાજપે જ્યોતિરાદિત્યને પાર્ટીમાં સામેલ કરી બાદમાં રાજ્યસભા મોકલી શકે છે, તેમને કેન્દ્રમાં પ્રધાન પણ બનાવાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
લગભગ 22 કલાક સુધીના ઘટનાક્રમ ચાલ્યા બાદ છેવટે જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામુ આપી દીધુ છે. હોળીના દિવસે બપોરે લગભગ 12:10 વાગે સિંધિયાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામુ આપતી ચિઠ્ઠી ટ્વિટ કરી હતી. જોકે, આ ચિઠ્ઠી 9 માર્ચની લખાયેલી હતી.આ ટ્વિટના 20 મિનિટ બાદ કોંગ્રેસે સિંધિયાને પક્ષમાંથી હટાવ્યા હતા. 5 મિનિટ બાદ 12.35 મિનિટે સિંધિયાના સમર્થક 19 ધારાસભ્યોએ હાથથી લખેલા રાજીનામા વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યા હતા. કોંગ્રેસ માટે આ તમામ ધારાસભ્ય સોમવારથી જ બેંગ્લુરુમાં છે.
ત્યારબાદ બપોરે 2 વાગે ભૂતપુર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મીડિયા સામે આવ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના 20માં ધારાસભ્ય બિસાહૂલાલ સિંહ ઉપસ્થિત હતા. બિસાહૂલાલે પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે આગામી સમયમાં ઘણાબધા કોંગ્રેસ ધારાસભ્ય ભાજપમાં સામેલ થશે. આ સાથે શિવરાજે દાવો કર્યો હતો કે કોંગ્રેસના ધારાસભ્ય એંદલ સિંહ કંસાનાએ પણ વિધાનસભા સભ્યપદ છોડ્યું હોવાનો દાવો કર્યો છે અને ભાજપ સાથે જોડાશે. 3.45 વાગે કંસાના અને 4.25 વાગે મનોજ ચૌધરીના પણ રાજીનામા પડ્યા હોવાના સમાચાર છે. અત્યાર સુધીમાં કુલ 22 રાજીનામા પડી ચુક્યા છે. દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીમાં થોડી વાર માટે મીડિયા સમક્ષ વાતચીત કરી હતી. અનેક પ્રશ્નો વચ્ચે તેમણે એટલું જ કહ્યું હતું કે મારે જે કહેવાનું હતું તે મે રાજીમાનામાં કહી દીધુ છે એમ જણાવી પત્રકારો ને હેપ્પી હોલી કહી તેઓ કાર માં રવાના થયા હતા , રાજકીય બદલાવ બાદ અહીં ભાજપ પોતાની સરકાર બનાવી શકે છે અને હાલ તો કોંગ્રેસના ભૂંડા હાલ થઈ ચૂક્યા છે, દેશભરમાં આ મામલો ટોક ઓફ ધ કન્ટ્રી બન્યો છે.
