સામાન્ય ચૂંટણી પહેલા અનૂસુચિત જાતિ અને જનજાતિ સમુદાય સાથે સંબધ મજબૂત કરવા માટે અને વિશ્વ રેકોર્ડ બવનાવવા માટે ભાજપા રવિવારે દિલ્હીમાં તેની રેલી દરમિયાન લગભગ 3 લાખ અનૂસુચિત જાતિ અને જનજાતિ સમુદાયના ઘરોમાંથી એકત્રિત કરેલ ચોખા અને દાળથી 3 હજાર કિલોગ્રામ ખિચડી બનાવશે.
રામલીલા મેદાનમાં ભીમ મહાસંગમ રેલીમાં સમરસતા ખિચડી બનાવવામાં આવશે. દિલ્હી ભાજપાનો અનૂસુચિત જાતિ મોર્ચો ખિચડી બનાવવા માટે ઉપયોગી સામાનને એકત્રિત કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાર્ટી પ્રમુખ અમિત શાહ રેલીને સંબોધિત કરશે.
દિલ્હી ભાજપા અનૂસુચિત જાતિ મોર્ચાના પ્રમુખ મોહનલાલ ગિહારાએ માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી અમે બે લાખ અનૂસુચિત જાતિ અને જનજાતિ સમુદાયના ઘરોને કવર કર્યા છે અને આગામી દિવસોમાં ત્રણ લાખ ઘરો સુધી પહોંચવાનો લક્ષ્ય છે. આ સાથે આ કાર્યને વિશ્વ રેકોર્ડ તરીકે નોંધાવવા માટે અમે ગિનીજ બુક સાથે પણ સંપર્ક કર્યો છે.
હાજર વિશ્વ રેકોર્ડ 918.8 કિલો ગ્રામ ખિચડી બનાવવાનો છે. વર્ષ 2017ના નવેમ્બર મહિનામાં આયોજીત વર્લ્ડ ફૂડ ઇન્ડિયા ફેસ્ટિવલમાં ફૂડ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય અને જાણીતા શેફ સંજીવ કપૂરના નેતૃત્વમાં આ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.
ગિહારા મુજબ નાગપુરના શેફ વિષ્ણુ મનોહર અને તેમની ટીમને રેલીમાં સમરસતા ખિચડી બનાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ રેલીમાં 50 હજાર લોકો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મનોહર અને તેની ટીમે એક વાસણમાં 3 હજાર કિલોગ્રામ ખિચડી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગિહારાએ જાણકારી આપી હતી કે, આ માટે ખાસ વાસણ તૈયાર કરવામાં આવ્યું છે, જેનુો વ્યાસ 20 ફૂટ છે અને ઊંડાઇ 6 ફૂટ છે. તેમાં ચોખા, મીઠુ અને પાણી ઉમેરી 3 હજાર કિલોગ્રામ ખિચડી બનાવવામાં આવશે.