કોરોના માં નાગરિકો બેહાલ થઈ ગયા છે અને મોંઘવારી આંટો લઈ ગઈ છે અને ઉપર થી સરકારે પેટ્રોલ અને ડીઝલ માં બેફામ ભાવ વધારો ઝીંકી દેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેવે સમયે ભાજપના પીઢ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ પેટ્રોલના વધી રહેલા ભાવને લઇને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરી પ્રજા નો પક્ષ લીધો છે . સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલના ભાવને લઇને સરકાર પર નિશાન તાકતા એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું કે, પેટ્રોલના ભાવ 90 રૂપિયા પ્રતિ લીટર પહોંચતા ભારત સરકાર દ્વારા દેશવાસીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. હાલ રિફાઇનરીમાં પેટ્રોલના ભાવમાં 30 રૂપિયા પ્રતિ લીટર છે.જે 90 રૂપિયે વેચાઈ રહ્યું છે ઇંધણ ઉપર તમામ પ્રકારના ટેક્સ અને પેટ્રોલ પંપ કમીશન મળીને 60 રૂપિયા સુધીનો વધારો થયો છે. ત્યારે મારી નજરમાં પેટ્રોલને સૌથી વધુ 40 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વેચવું જોઇએ. આમ ખુદ ભાજપ ના જ નેતા એ ભાજપ ની ખુલ્લેઆમ લૂંટ સામે સવાલો ઉઠાવ્યા છે.
