કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે ત્યારે પીએમ મોદીએ આજે ભાજપ કાર્યકાર્તાઓને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે અમને દરેક સંપ્રદાયમાંથી સમર્થન મળી રહ્યું છે.
PM મોદીએ કહ્યું કે CAA-કૃષિ કાયદા પર લોકોને ભરમાવવામાં આવી રહ્યા હોવાનું જણાવી ઉમેર્યું કે આ બધા પાછળ એક ષડયંત્ર છે અને રાજકીય અસ્થિરતા પેદા કરવાનું લક્ષ્ય છે.
4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન વચ્ચે મંગળવારે ભાજપ પોતાનો 41માં સ્થાપના દિવસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. મોદીએ બંગાળ અને કેરળના ચૂંટણી રાજ્યોમાં પાર્ટીના કાર્યકરો પરના હુમલાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે વિરોધીઓ સામાન્ય જનતાને ભડકાવીને દેશનું નુકસાન કરી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે ભાજપ ચૂંટણી જીતી જાય તો કહેવામાં આવે છે કે ભાજપ ચૂંટણી જીતવાની મશીન છે. જૉ કોઈ પાર્ટી ચૂંટણી જીતી જાય તો વાહવાહી કરવામાં આવે છે. આવા લોકો ભારતના લોકોની આશા નથી વાંચી શકતા. અમે સરકારમાં રહીએ કે વિપક્ષમાં અમે હંમેશા જનતા સાથે જોડાયેલા રહીએ છીએ પીએમ મોદીએ કહ્યું કે અમારા માટે વ્યક્તિથી મોટો દળ અને દળથી મોટો દેશ છે. એક સમય હતો જ્યારે અટલજીએ એક વોટથી સરકાર પડવા દીધી પણ નિયમો સાથે સમજૂતી ન કરી.
પીએમ મોદીએ કહ્યું કે જે ભાજપના વિરોધી છે તેમનું પણ અમે સન્માન કરીએ છીએ.
વડાપ્રધાને કહ્યું કે કોઈ પણ જિલ્લો એવો નહીં હોય કે જ્યાં કાર્યકર્તાની બે-ત્રણ પેઢીઓ તેમાં હોમાઈ ગઈ નહીં હોય. પાર્ટી આવા દરેક કાર્યકરને નમન કરે છે અને અટલ જી, શ્યામાપ્રસાદ મુખર્જી, આદરણીય અડવાણીજી, આદરણીય મુરલી મનોહર જોશી જેવા નેતાઓ દ્વારા માર્ગદર્શન મળતું રહ્યું છે. હું તેમણે નમન કરું છું.
મોદીએ કહ્યું હતું કે વ્યક્તિ કરતા મોટી પાર્ટી અને પાર્ટી કરતા મોટો દેશ, તે ભાજપની પરંપરા રહી છે. શ્યામાપ્રસાદજીના સપનાની તાકાત હતી જે આપણે કલમ 370 ને દૂર કરીને કાશ્મીરને બંધારણીય અધિકાર આપી શક્યા. અટલજી એ એક મતે સરકાર પડવાના નિર્ણયને સ્વીકાર્યો હતો. આપણી પાસે રાજકીય સ્વાર્થ માટે પાર્ટીઓ તૂટી જવાની ઘણી ઘટનાઓ છે, પરંતુ દેશ માટે પાર્ટીઓનું જોડાણ જનસંઘે કરી બતાવ્યુ છે