મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને ગવર્નર હાઉસ ખાતે મળ્યા હતા આ સમયે તેઓની સાથે સાથે ચંદ્રકાંત પાટિલ અને ગિરીશ મહાજન પણ હાજર હતા.
ફડણવીસ મંગળવાર બપોરે જ ચાર્ટર વિમાનથી દિલ્હી ગયા બાદ તેઓએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત થઈ હોવાની વાત છે.
વાત એવી પણ સામે આવી રહી છે કે તા. 30 જૂન ગુરુવારે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીથી મુંબઈપરત જશે.
વિગતો મુજબ 8 અપક્ષ ધારાસભ્યોએ મહારાષ્ટ્રના રાજ્યપાલના ઓફિશિયલ ઈમેલ આઈડી પર એક મેલ મોકલીને તાત્કાલિક ફ્લોર ટેસ્ટની માગ કરી છે. દેવેન્દ્ર ફડણવીસે પણ રાજ્યપાલને મળીને આ મુદ્દે આગળની કાર્યવાહીની માગ કરી હોવાના અહેવાલ છે.