વિજ્ઞાન જેમ જેમ શોધ કરતું ગયું તેમતેમ નવા નવા ખુલાસા થઈ રહયા છે ત્યારે બ્રહ્માંડમાં પણ કંઈક એવું છે જે આપણી કલ્પના બહાર છે.
આપણા પ્રાચીન ગ્રંથોમાં દેવતાઓ વિમાનમાં અવર જવર કરતા હોવાનો ઉલ્લેખ છે અને રાવણે પણ વિમાનનો ઉપયોગ કર્યો હોવાની નોંધ છે, આ વાત તે સમય પહેલાની છે કે જ્યારે વિમાન ધરતી ઉપર હતા નહિ અને ત્યારબાદ આ અનુમાનના આધારે પૃથ્વી ઉપર વિમાનની શોધ પછી થઈ હતી, આવુજ બ્રહ્માંડમાં સ્વર્ગ અને નર્ક લોક તેમજ દેવતાઓ વગરે આપણા ગ્રંથોમાં ઉલ્લેખ છે ત્યારે અન્ય ગ્રહ ઉપર આખી દુનિયા હોવાનું અને તેઓ અત્યંત શક્તિશાળી અને ચમત્કારિક હોવાનું આપણા પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે અને આપણે જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિ ખુબજ પ્રાચીન અને એડવાન્સ હતી તે વિમાનની વાતે સાબિત કર્યા બાદ હવે બ્રહ્માંડમાં કઈક તો છે તેવું દુનિયા પણ માનવા લાગી છે અને ભારતના ગ્રંથોમાં જે ઉલ્લેખ છે તે મુજબ સંશોધન ચાલુ છે ત્યારે ખુબજ સ્પીડથી અલોપ થઈ જતા યુએફઓ અંગે દુનિયા વિચારતી થઈ ગઈ છે અને હવે સ્વીકારતા થયા છે કે ગ્રંથોનું વર્ણન ખુબજ સચોટ છે.
2022માં પેન્ટાગોને જણાવ્યું છે કે 11 એવી ઘટનાઓ ઘટી છે જેમાં અમેરિકાનું ફાઇટર પ્લેન યુએફઓ સાથે અથડાતા માંડ બચ્યું હતું.
50 વર્ષમાં અમેરિકી સંસદમાં પહેલી વાર આ પ્રકારની સુનાવણી થઇ તે વાતે દુનિયાને વિચારતી કરી દીધી કે
બ્રહ્માંડમાં કોઈ શક્તિશાળી આત્માઓ હોવાનો સ્વીકાર કર્યો છે.
અમેરિકન નેવીએ ત્રણ વીડિયો જારી કર્યા જેમાં યુએફઓનું ટ્રેકિંગ કરાયું છે.
મહત્વનું છે કે યુએફઓ પર આ પહેલો સત્તાવાર વીડિયો છે.
નેવીના પાઈલટો યુએફઓની સ્પીડ વધુ હોવાથી તેનો પીછો કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
સાથેજ એ પણ સાબિત થઈ ગયું કે વિજ્ઞાનીઓ દ્વારા વિકસિત કોઇ પણ ઉપકરણ તેનો પીછો કરવામાં સક્ષમ નથી.
બાહ્ય દુનિયાનું આ ઓબ્જેક્ટ ખુબજ એડવાન્સ છે અને મિલિટરી રડાર, ફોરવર્ડ લુકિંગ ઇન્ફ્રારેડ કેમેરા અને સેટેલાઇટમાં પણ તેના દ્રશ્યો ટ્રેક કરાયા છે.
ધરતી ઉપરથી ટીવી અને રેડિયો સિગ્નલ અંતિરક્ષમાં દાયકાઓથી પહોંચી રહ્યા છે. આ સિગ્નલ એલિયન્સને આકર્ષિત કરવા માટે સક્ષમ હોવાનું કહેવાય છે. કદાચ એલિયન્સ પૃથ્વી અને માનવજાતની ટેક્નોલોજી પર રિસર્ચ કરતા હોય. તેમની સાથે સંવાદ થઇ શકે એ પછી આ રહસ્ય પરથી પડદો ઊઠી શકે છે.
એક તો કદાચ એલિયન્સ આપણને દુશ્મન સમજે અથવા તો સહયોગ માટે તૈયાર રહે. જો સહયોગ સંભવ છે તો સંપર્ક સાધવા માટેની રીત શોધવી પડશે. એવું પણ સંભવ છે કે તેમના મનમાં પણ આપણા પ્રત્યે એ જ પ્રકારના સવાલ હોય. સહયોગ કરે તો બ્રહ્માંડનાં અનેક રહસ્યો ઉકેલી શકાય છે. અત્યાર સુધી મનુષ્ય એકથી બીજા દેશમાં હિજરત કરતો હતો પરંતુ બાદમાં ગ્રહો પર અવરજવર કરશે તેવું બની શકે.
આ બધી વાતો ભારતના પ્રાચીન ગ્રંથો માં જણાવાઈ છે કે હજ્જારો વર્ષ અગાઉ પણ બ્રહ્માંડ અને તેને લગતી વાતો કહેવામાં આવી છે ત્યારે કદાચ નજીકના ભવિષ્યમાં આ વાત સાચી સાબિત થઈ શકે છે બ્રહ્માંડના રહસ્ય બહાર આવવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.