ચેન્નઈ: તમે બેન્કમાં જાવ અને તમારો સામનો એક ઇન્ટર એક્ટિવ તેમજ ડેટાની સાથે ઝડપથી કામ કરનારા રોબોટ સાથે થાય તો? બની શકે તમને થોડું અજીબ લાગે. પરંતુ ભારતમાં પહેલીવાર અા પ્રકારનો રોબોટ તૈયાર થઈ ગયો છે. ગઈ કાલે દેશના પહેલા બેન્કિંગ રોબોટ ‘લક્ષ્મી’અે કામ કરવાનું શરૂ કરી દીધું.
અા રોબોટ કુંભકોણમ સ્થિત સીપી યુનિયન બેન્કે લોન્ચ કર્યો છે. અા ભારતમાં અાવો પહેલો રોબોટ હશે. એચડીએફસી બેન્ક હાલમાં ગ્રાહકોના સવાલોના જવાબ અાપવા માટે રોબોટ્સનો ઉપયોગ કરે છે. તે પણ પોતાની લેબમાં હ્યુમન નોઈડ પર પ્રયોગ કરી રહ્યું છે. લક્ષ્મીને તૈયાર કરવામાં છ મહિનાનો સમય લાગ્યો છે. તે ૧૨૫ કરતાં વધુ સવાલોના જવાબ અાપી શકે છે. તમે તમારા ખાતામાં કેટલી રકમ છે તે અંગે જાણવા ઇચ્છતા હો અથવા તો લોન પર વ્યાજદર અંગે તમારા મનમાં કોઈ સવાલ હોય અા બધા સવાલોના જવાબ લક્ષ્મી અાપશે. સિટી યુનિયન બેન્કના એમડીઅે અને સીઈઅો એન કમાકોડીઅે જણાવ્યું કે સામાન્ય સવાલોના જવાબ અાપવા ઉપરાંત અમે લક્ષ્મીને બેન્કિંગ સાથે જોડાયેલી મુખ્ય સમસ્યાઅોના હલ માટે પણ તૈયાર કરી છે.
લક્ષ્મી હાલમાં અંગ્રેજીમાં સવાલોના જવાબ અાપે છે. તેના સંકેત અને વાતચીત કરવાની રીતને જીવંત બનાવાઈ છે. મોટાભાગના રોબોટની જેમ તેની ભાષા અૌપચારિક નથી. તે ખૂબ જ અારામથી અને બોલચાલની ભાષામાં સંવાદ કરે છે. બેંકના એક અધિકારીઅે જણાવ્યું કે અા અેક મશીન છે તેથી રોબોટ સતત પોતાના ગ્રાહકો પાસે શીખે છે