મુંબઇઃ કોરોના મહામારી અને લોકડાઉનના લીધે ભારતીય અર્થતંત્રના વિકાસદરમાં સળંગ બીજા ક્વાર્ટર દરમિયાન ઘટાડો નોંધાયો છે. આજે દેશના સાંખ્યકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાનના ત્રિમાસિકગાળામાં વિકસાદર 7.5 ટકા ઘટ્યો છે. જો કે તેની પૂર્વ એપ્રિલ-જૂનના ત્રિમાસિક સમયગાળામાં દેશના જીડીપી ગ્રોથમાં 23.9 ટકાનો ઐતિહાસિક ધબડકો બોલાયો હતો.
મંત્રાલયે દ્વારા જાહેર કરાયેલા આંકડાઓમાં જણાવ્યુ કે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશની જીડીપીનું કદ 33.14 લાખ કરોડ રૂપિયા રહી હોવાનો અંદાજ છે જે વર્ષ પૂર્વેના સમાનક્વાર્ટરમાં 35.84 લાખ કરોડ રૂપિયા હતી. ઉલ્લેખનિય છે કે, વર્ષ ચાલુ વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. એ ધોરણે ગત જુલાઇથી સપ્ટેમ્બર ત્રિમાસિકગાળામાં દેશની GVA 30.49 લાખ કરોડ રૂપિયા રહેવાની ધારણા છે જે પાછલા વર્ષે સમાન ક્વાર્ટરમાં 32.78 લાખ કરોડ રૂપિયા હતી.
દેશના વિવિધ આર્થિક ક્ષેત્રોનું ત્રિમાસિક પ્રદર્શન
સેક્ટર | માર્ચ-20 | જૂન-20 | સપ્ટેમ્બર-20 |
કૃષિ | +5.90% | -3.40 % | -3.40% |
મેન્યુફેક્ચરિંગ | -1.40% | -39.3% | -0.60% |
કન્સ્ટ્રક્શન્સ | -2.20% | -50.3% | -8.60% |
ટ્રેડ-હોટેલ | 2.60% | -47.0% | -15.6% |
ફાઇનાન્સ, રિટલ્ટી | 2.40% | -5.30% | -8.10% |
મેન્યુફેક્ચિંગ ક્ષેત્રે એકંદરે સારા પ્રદર્શનથી સૌને ચોંકાવી દીધા છે. બીજા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં સાધારણ રિકવરી જોવા મળી છે. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના જીવીએમાં 0.6 ટકાની વૃદ્ધિ આવી છે. પ્રથમ ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો વૃદ્ધિ દર 39 ટકા ઘટ્યો હતો. અલબત્ત ખાનગી વપરાસમાં 11.5 ટકાનો ઘટાડો નોંધાયો છે જે લોકોએ આર્થિક મંદીના લીધે ખર્ચ પર કાપ મૂક્યો હોવાના સ્પષ્ટ સંકેત આપે છે.