નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના દૈનિક નવા કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. દેશમાં 15 ઓગસ્ટ, 2021, રવિવારના રોજ કોરોના વાયરસના સંક્રમણના 33,212 નવા કેસો નોંધાયો છે અને બીજી બાજુ 35,497 દર્દીઓ સાજા થયા છે. તે ઉપરાંત કોરોના વાયરસના સંક્રમણથી 421 લોકોએ જીવ ગુમાવ્યો છે. આવી રીતે દેશમાં કોરોના વાયરનસા એક્ટિવ કેસોની સંખ્યામાં 2,709 ઘટાડો આવ્યો છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા એટલે કે 3.76 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ આંકડો 23 માર્ચ પછીનો સૌથી ઓછો છે ને તે સમયે 3.65 લાખ એક્ટિવ કેસ હતા.
કેરળમાં સતત ચોથા દિવસે કોરોના સંક્રમણના નવા કેસો ઘટ્યા છે. ત્યાં રવિવારે 18,582 નવા દર્દીઓ નાંયા છે. બુધવારે આ સંખ્યા 23,500 હતી. વિતેલ દિવસ રાજ્યમાં કોરોના સંકરમિત 102 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી કેરળમાં કોરોના સંક્રમિતોનો કૂલ મૃત્યુંઆંક 18,601 પહોંચી ગયો છે.
ભારતમં કોરોના સંક્રમણની પરિસ્થિતિ
- વિતેલ 24 કલાકમાં નવા કેસો : 33,212
- 24 કલાકમાં સાજા થયેલ દર્દીઓ : 35,497
- 24 કલાકમાં થયેલ મોત : 421
- દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ : 3.22 કરોડ
- સાજા થયેલા કુલ દર્દીઓ : 3.14 કરોડ
- કોરોનાનો કુલ મૃત્યુઆંક : 4.31 કરોડ
- કોરોનાના એક્ટિવ કેસની કુલ સંખ્યા : 3.76 લાખ