નવી દિલ્હીઃ ભારતમા જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. દેશમાં રવિવારે છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 3,70,88 નવા કેસ નોંધાયા છે. તો કોરોના સંક્રમણથી રવિવારે 3375 લોકો મોતને ભેટ્યાં છે. તો ગત શનિવારે કુલ 3.92 લાખ કેસ સામે આવ્યાં હતાં. જ્યારે કે મોતનો આંક 3 હજાર 700ની નજીક પહોંચ્યો હતો. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના નવા 56 હજાર 647 કેસ સામે આવ્યાં છે જ્યારે કે 669 દર્દીઓના મોત થયાં છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 47 લાખ 22 હજાર 401 થઇ ગઇ છે જ્યારે કે મૃતકોની સંખ્યા 70 હજાર 284 થઇ છે. બીજી તરફ રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા 20 હજાર 394 કેસ સામે આવ્યાં છે જ્યારે 407 લોકોના મોત થયા છે. દિલ્હીમાં સંક્રમણ દર ઘટીને 28.33 ટકા થઇ ગયો છે. દિલ્હીમાં સતત બીજા દિવસે 400થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. છેલ્લાં એક સપ્તાહમાં કોરોના વાયરસે દેશ પર કાળો કહેર વરસાવ્યો છે. છેલ્લાં એક સપ્તાહમાં દેશમાં કોરોનાના કુલ 26 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ દરમ્યાન કુલ 23 હજાર 800 લોકોના મોત નિપજ્યાં છે.