ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરી તખરાટ મચાવ્યો છે અને વેકશીન અભિયાન બાદ પણ ફરીથી કોરોના ના કેસો વધતા ભારતમાં પણ ચોથી લહેરની વ્યક્ત થયેલી દહેશત વચ્ચે
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1660 નવા કેસ અને 4100 દર્દીના મોત થયા છે.
વિશ્વભરમાંમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ભારતમાં પણ ફરી ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે.
અભ્યાસમાં કહેવાયું છે કે, “કોરોના વાઇરસના પ્રાથમિક ડેટા આવ્યાની તારીખ 30 જાન્યુઆરી, 2020 હતી. એ પ્રમાણે 936 દિવસે ચોથી લહેર આવી શકે છે. આથી 22 જૂન, 2022ના રોજથી ભારતમાં ચોથી લહેરની આશંકા છે, જે 23 ઑગસ્ટ, 2022ની આસપાસ પીક પર પહોંચી શકે છે અને 24 ઑક્ટોબર, 2022 બાદ આ લહેરની અસર ખતમ થશે.”
