નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીના નવા કેસો સતત ઘટી રહ્યા છે જો કે સાવધાની રાખવી બહુ જ આવશ્યક છે કારણ કે વૈજ્ઞાનિકોએ કોરોના મહામારીની બીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે.
ભારતમાં 5 જુલાઇ, 2021ના રોજ સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાકની અંદર કોરોના સંક્રમણના નવા 34,703 કેસો સામે આવ્યા છે. જે છેલ્લા ચાર મહિનામાં સૌથી ઓછા દૈનિક કોરોના કેસ છે. તો બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીથી 553 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 4,64,357 લાખ થઇ છે જે છેલ્લા 101 દિવસમાં સૌથી ઓછા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત 51864 દર્દીઓ સાજા થયા છે, આમ દેશમાં અત્યાર સુધી 2,97,52,294 લોકો સાજા થયા છે. આ દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 97.17એ આવી ગયો છે.
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ
- છેલ્લા 24 કલાકમાં 34,703 નવા કેસ, 111 દિવસમાં સૌથી ઓછા કેસ
- કુલ એક્ટિવ કેસ : 4,64,357, જે 101 દિવસમાં સૌથી ઓછા કેસના 1.52 ટકા
- સાજા થનાર દર્દીઓ : 2,97,52,294
- છેલ્લા 24 કલાકમં સાજા થયેલા દર્દીઓ : 51,864
- રિકવરી રેટ : 97.17 ટકા