નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર આવવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન દેશમાં દૈનિક કોરોનાનો મૃત્યુઆંક ઉંચો રહ્યો છે. ભારતમાં કોરોનાથી મૃત્યુના આંકડા અંગે અમેરિકાની એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે કોરોના મહામારીથી ભારતમાં અત્યાર સુધી 50 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. જે ભારતના વિભાજન બાદ કોઇ આફતમાં થયેલ સૌથી મોટો મૃત્યુઆંક છે.
ઉલ્લેખનિય છે કે, ભારત સકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં ગઇકાલ મંગળવારે કોરોના વાયરસથી સંક્રમિત 3,998 લોકોના મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. આ નવા મરણ સાથે દેશમાં કોરોનાનો કૂલ મૃત્યુંઆંક 4,18,480 થયો છે.
અમેરિકાના રિસર્ચ રિપોર્ટમાં દો રાયો છે કે ભારતને કોરોના મહામારીએ ગંભીર રીતે પ્રભાવિત કર્યુ છે. ભારતમાં કોરોના મહામારીથી 34થી 47 લાખ લોકોના મોત થયા છે, જે ભારત સરકારના કૂલ મૃત્યુઆંક કરતા 10 ગણા વધારે મરણની સંખ્યા છે. દુનિયાભરમાં કોરોના પોઝિટિવ કેસોના મામલે ભારત બીજા સ્થાન પર છે અને સંક્રમિત લોકોના મોતના મામલે ત્રીજા સ્થાન પર છે. દુનિયાભરમાં કોરોના સંક્રમણ અને મોતના મામલે અમેરિકા પ્રથમ ક્રમે છે.
વોશિંગ્ટનની સંશોધન સંસ્થા સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ તરફથી તાજેતરમાં જાહેર કરાયેલી રિપોર્ટમાં સરકારી આંકડાઓ, આંતરરાષ્ટ્રીય અનુમાનો, સેરોલોજિકલ રિપોરટ અને ઘરોમાં કરાયેલા સર્વેના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. અમેરિકન અધ્યયનના આ ચોંકાવનાર રિપોર્ટ તૈયાર કરનાર વ્યક્તિઓમાં ચાર વર્ષ વડાપ્રધાન નરન્દ્ર મોદીના મુખ્ય આર્થિક સલાહકાર રહેલા અરવિંદ સુબ્રમણ્યમ પર શામેલ છે.