આજે કેન્દ્ર સરકારે દેશમાં કોરોના મહામારીની ગંભીર સ્થિતિને ધ્યાન રાખી કોરોના વેક્સીન, ઓક્સિજન અને તે સંબંધિત સાધનોની અછત ન સર્જાય તે માટે એક મોટો નિર્ણય લીઝો છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વેક્સીન, ઓક્સિજન અને તે સંબંધિત સાધનોની આયાત પરની કસ્ટમ ડ્યૂટી માફ કરવાની જાહેરાત કરી છે. કોરોના વેક્સિન અને ઓક્સિજનની આયાત પર કસ્ટમ ડ્યુટી અને હેલ્થ સેસ તત્કાલ પ્રભાવથી આગામી ત્રણ મહિના માટે માફ કરવામાં આવશે. કેન્દ્ર એ શનિવારે કોરોના વાયરસ મહામારી પર પીએમ મોદીની અધ્યક્ષતામાં કરેલી બેઠક બાદ આ નિર્ણય લીધો છે.
સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયમાં કોરોના કે અન્ય કોઈપણ બીમારીથી પીડાતા દર્દીઓ માટે આપવામાં આવતા ઓક્સિજન અને તેને લગતા સાધનો જેવાકે જનરેટર, સ્ટોરેજ ટેન્ક, ફીલિંગ સિસ્ટમ અને કોન્સન્ટ્રેટર્સ વગેરે પરથી ડયુટી હાટડી દેવામાં આવી છે.
કોરોનાના કહેર વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 3 લાખ કરતા પણ વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ સમાન 3,46,786 નવા કેસ સામે આવ્યા છે અને 2,624 દર્દીઓના મોત થયા છે. આ સમય દરમિયાન 2,19,838 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. શુક્રવારે પણ દેશમાં 3.32 લાખથી વધારે કોરોનાના નવા કેસ નોંધાયા હતા. દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન જેવી જરૂરી વસ્તુઓની ભારે તંગી સર્જાઈ છે.
દેશમાં શનિવારે જાહેર થયેલા કોરોનાના નવા આંકડાઓમાં રેકોર્ડ સમાન વધારો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ સમાન 3,46,786 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 2,624 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ બધા વચ્ચે દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલના એમડી ડૉક્ટર ડીકે બલૂજાએ કરેલા દાવા પ્રમાણે ગઈકાલે સાંજે ઓક્સિજનની તંગીના કારણે આશરે 20 જેટલા અતિ ગંભીર કોરોના દર્દીઓના મોત થયા હતા.