નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વેક્સીન ક્યારે તૈયાર થશે? સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલા એ આ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમનું માનવુ છે કે, કોરોના વિરુદ્ધ લડવા માટે ચાલુ વર્ષે ડિસેમ્બર સુધી વેક્સીન તૈયાર કરવાની સંભાવનાછે. સંભવતઃ વેક્સીન તૈયાર થવાની મહત્તમ શક્યતા બ્રિટનના ટેસ્ટિંગ અને ડીસીજીઆઇની મંજૂરી પર નિર્ભર કરશે.
પૂનાવાલાએ કહ્યુ કે, ભારતમાં ચાલુ વર્ષના અંત સુધી કોરોના વેક્સીન આવી શકે છે. પરંતુ તેની માટે બ્રિટન પર ઘણું બધુ નિર્ભર છે. બ્રિટનમાં વેક્સીનનું એડવાન્સ ટ્રાયલ ચાલી રહ્યુ છે. જો બ્રિટનને માહિતી શેર કરી તો ઇમર્જન્સી ટ્રાયલની માટે આરોગ્ય મંત્રાલયમાં અરજી કરાશે.મંત્રાલય પાસેથી મંજૂરી મળ્યા બાદ તેનું ટેસ્ટિંગ ભારતમાં પણ કરી શકાય છે. જો તે સફળ રહ્યુ તો ડિસેમ્બરના મધ્ય સુધી ભારતની પાસે વેક્સીન આવી શકે છે.
વેક્સીનનો પ્રથમ જથ્થો આગામી વર્ષે મળી શકશે
અદાર પૂનાવાલાએ કહ્યુ કે, ઓક્સફોર્ડ કોરોનાવાયરસની વેક્સીનના 10 કરોડ ડોઝનું પ્રથમ કન્સાઇન્મેન્ટ વર્ષ 2021ના બીજા કે ત્રીજા ત્રિમાસિક સુધી ઉપલબ્ધ કરાવી શકશે. ઓક્સફોર્ડની કોરોના વેક્સીન ઘણી વાજબી હશે. નોંધનિય છે કે, સીમર ઇન્સ્ટિટ્યૂટ ઓક્સફોર્ડની કોરોના વેક્સીનું ઉત્પાદન કરી રહી છે.
નોંધનિય છે કે, પુનામાં આવેલી સીમર ઇન્સ્ટિટ્યૂટ કોરોના વાયરસની સારવાર માટે એક્ટ્રાઝેનેકા- ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનના ઉત્પાદનની સાથે-સાથે ઘણી વેક્સીન પર કામગીરી કરી રહી છે. તે ઉપરાંત તે પોતાની પણ વેક્સીન તૈયાર કરી રહી છે. હાલ સમગ્ર દુનિયામાં 150થી વધુ કોરોના વાયરસનું સંશોધન ચાલી રહ્યુ છે.