ભારતમાં કોરોન મહામારીની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતમાં મહામારીની ત્રીજી લહેરના સંકેત પણ મળવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ મુજબ ભારતમાં 20 જુલાઇ, 2021ના રોજ સપ્લાય થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 42,015 નવા કેસો નોંધાયા છે. નવા કેસ બાદ હવે દેશમાં કોરોના પોઝિટિવ કેસોની કૂલ સંખ્યા વધીને 3,12,16,337 પહોંચી ગઇ છે. તો બીજી બાજુ દેશમાં ગઇકાલ મંગળવાકે કોરોના વાયરસથી સંક્રમિત 3,998 લોકોના મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. નવા મોત સાથે દેશમાં કોરોનાનો કૂલ મૃત્યુંઆંક 4,18,480 થઇ ગયો છે.
આરોગ્ય મંત્રાલયના અનુસાર દેશમાં મંગળવારે કોરોના સંક્રમિત 36,977 દર્દીઓ સાજા થયા. આ સાથે સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 3,03,90,687 થઇ ગઇ છે. હવે દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની કુલ સંખ્યા હાલમાં 4,07,170 છે.
દેશમાં હાલ કોરોના રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યુ છે. મંગલવારે દેશભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 34,25,446 લોકોને કોરોના વેક્સીન મુકવામા આવી છે. અ્યાર સુધીમાં વેક્સીનનો કુલ આંકડો 41,54,72,455 પર પહોંચી ગયો છે.
આ દરમિયાન ભારતમાં જાન્યુઆરી 2020 અને જૂન 2021 દરમિયાન દોઢ વર્ષ દરમિયાન લગભગ 50 લાખ લોકોની મોત કોરોનાથી થઇ હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આ ઘટસ્ફોટ અમેરિકાની એક રિસર્ચ રિપોર્ટમાં કરાયો ેછે. ભારતના વિભાજન બાદ આ કોઇ આફતમાં થયેલ સૌથી મોટુ મોત છે.