નવી દિલ્હીઃ ભારતમાં બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરનું જોખમ વધી રહ્યુ છે. ભારતમાં 18 જુલાઇ, 2021ના રોજ સમાપ્ત થયેલા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના નવા 38,792 નવા કેસ નોંધાયા છે.આ સાથે હવે દેશમાં કોરોના પોઝિટિવ થયેલા દર્દીઓની કૂલ સંખ્યા 3,09,46,074 પહોંચી ગઇ છે.
તો બીજી બાજુ રવિવારે કોરોના વાયરસના સંક્રમણથી વધુ 624 દર્દીઓના મોત થયા છે. આ સાથે ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક 4,11,408 પહોંચી ગયો છે. તે ઉપરાંત ગઇકાલે 41,000 દર્દીઓ કોરોના સંક્રમણથી મુક્ત થયા છે.આમ અત્યાર સુધી કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓની કૂલ સંખ્યા 3,01,04,720 થઇ ગઇછે. દેશમાં હાલ કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યા 4,29,946 છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં રસીકરણ અભિયાન હેઠળ 37,14,441 કોરોના વેક્સીન મૂકવામાં આવી છે. અત્યાર સુધી દેશમાં 38,76,97,935 કોવિડ વેક્સીનના ડોઝ મૂકવામાં આવ્યા છે.
તો 18 જુલાઇ સુધી કૂલ 44,54,22,256 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાંથી ગઇકાલે 14,63,593 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે આ માહિતી ICMR એ જણાવી છે.