નવી દિલ્હીઃ ઇસ્લામિક સ્ટેટ (ISIS) કે દાએશ એ ઇરાક અને સીરિયામાં હુમલા માટે ડ્રોનનો ભરપૂર ઉપયોગ કર્યો. તેણે નાના નાના ડ્રોન અને ક્વાડકોપ્ટરોને હથિયારથી લેસ કર્યા અને ઓછા ખર્ચમાં દુશ્મનોનો ખાતમો બોલાવ્યો. ભારતમાં પણ તાજેતરમાં આર્મી ઉપર કાશ્મિરમાં ડ્રોન વડે પહેલો હુમલો થયો છે.
શું કોઇ મોટા હુમલાની તૈયારી કર્યુ છે પાકિસ્તાની આતંકી સંગઠન?
સદનસીબે કાશ્મિરમાં વાયુ સેનાના એરબેસ પર વિસ્ફોટ ભરેલા ડ્રોન એટેકમાં કોઇ મોટુ નુકસાન થયુ નથી. પરંતુ ચિંતાની વાત એ છે કે 2019ના મધ્યથી જ હથિયાર, વિસ્ફોટક અને ડ્રગ્સ પાકિસ્તાની સીમાથી પંજાબ અને જમ્મુ- કાશ્મિરની અંદર પહોંચાડવામાં ડ્રોનનો ઉપયોગ સતત વધી રહ્યો છે. એવામાં ભારતમાં આતંકીઓ દ્વારા હુમલા માટે ડ્રોનના ઉપયોગની ચિંતાઓ વધી ગઇ છે.
એ વાત સાચી છે કે આંતકી સંગઠનો ટેકનોલોજી ક્ષમતા વધારવા ભાર મૂકી રહ્યા છે. એવામાં ભવિષ્યમાં ડ્રોન હુમલો વધવાની ભરપૂર આશંકા છે જેનો સામનો કરવો મોટો પડકાર છે. એવી આશંકા છે કે પાકિસ્તાની આતંકી સંગઠનો ઓઇલ રિફાઇનરીઓ સહિત મહતવપૂર્ણ સ્થાનો પર ડ્રોન એટેક કરી રહી છે.એક ઉચ્ચ અધિકારીએ અહીંયા સુધી પણ કહ્યુ કે આંતકી ડ્રોન મારફતે જૈવિક અને કેમિકલ હથિયારો સરહદ પાર કરાવી શકે છે.