ચાઈના એ ભારત સામે યુદ્ધ ની સ્થિતિ ઉભી કરતા અને માં ભોમ ની રક્ષા કરતા કરતા ભારતીય જવાનો શહીદ થયા બાદ ભારત માં ચાઈના ની ચીજ વસ્તુઓ નો બહિષ્કાર કરવાનું ચાલુ રહ્યું છે અને ચાઈના નો નવો સ્ટોક ખરીદવાનું લગભગ બંધ કરી દેતા ચાઈના ના માલ નું વેચાણ ઓછું થઈ ગયું હોવાનું સામે આવી રહ્યું છે હાલ માં ભારતીય બજારમાં ચાઇનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ્સની હિસ્સેદારી એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિક ગાળામાં 9% ઘટીને 72% થઇ છે, જે તેની અગાઉના ત્રિમાસિક ગાળામાં 81% હતી. આનું સૌથી મોટું કારણ ચીન સાથે ગલવાન ખીણમાં વિવાદ બાદ ઉગ્ર બનેલી ચીન વિરોધી લાગણી હોવાનું મનાય રહ્યું છે. રિસર્ચ કંપની કાઉન્ટરપોઇન્ટના રિપોર્ટ મુજબ, દેશના સ્માર્ટફોન માર્કેટ પર ઓપ્પો, વીવો અને રિયલમી જેવી ચાઇનીઝ બ્રાન્ડ્સ ના ફોન લેવાનું ભારતીય લોકો ટાળી રહ્યા છે, એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિકગાળામાં દેશમાં સ્માર્ટફોનનું વેચાણ વાર્ષિક ધોરણે 51% ઘટીને 1.8 કરોડ યુનિટથી થોડું વધારે રહ્યું છે.
કાઉન્ટરપોઇન્ટના રિસર્ચ માં જણાવાયું છે કે ઓપ્પો, વીવો અને રિયલમી જેવી મુખ્ય ચાઇનીઝ બ્રાન્ડ્સના સપ્લાયને ખુબજ અસર થઇ છે અને હવે ભારતીય લોકો માં ચાઈના ની દરેક પ્રોડક્ટ સામે અણગમો જોવા મળી રહ્યો છે સાથેજ અન્ય મોંઘા કે સેકન્ડ હેન્ડ અન્ય કંપની ના ફોન ની ખરીદી વધી છે.
