ડૉલરના ઘટાડાને કારણે ભારતીય ચલણને ફાયદો થયો છે. આજે સ્ટોક એક્સચેન્જ BSE અને નિફ્ટી ફાયદા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. મંગળવારે શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 2 પૈસા વધીને 83.38 ના સ્તર પર પહોંચ્યો હતો. શેરબજારમાં હકારાત્મક લાગણી અને ક્રૂડ ઓઈલના નીચા ભાવે પણ ભારતીય ચલણને ટેકો આપ્યો હતો, એમ ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું.
આજે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 83.37 પર ખૂલ્યો હતો અને પછી 83.38 પર પહોંચ્યો હતો. આ અગાઉના બંધ કરતાં 2 પૈસાનો વધારો દર્શાવે છે. શુક્રવારે છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં અમેરિકન ચલણ સામે રૂપિયો 83.40 ના સ્તર પર બંધ થયો હતો. ગુરુ નાનક જયંતિના અવસર પર સોમવારે વિદેશી મુદ્રા બજાર બંધ રહ્યું હતું.
દરમિયાન, ડોલર ઇન્ડેક્સ જે વિશ્વની 6 કરન્સીની મજબૂતાઈ દર્શાવે છે. આ હિસાબે ડોલર 0.06 ટકા ઘટીને 103.14 પર ટ્રેડ કરી રહ્યો હતો. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.28 ટકા વધીને US$80.20 પ્રતિ બેરલ થયું છે.