દેશ માં કોરોના ની સ્થિતિ ને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે બીજા તબબકા માં 15 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક શરૂ થઈ ત્યારે શરૂઆત માં જ ભારત -ચીન સરહદ ઉપર થયેલા લોહિયાણ જંગ મામલે પીએમ મોદી એ ભારતીય જવાનોની શહાદતને સલામ સાથે નમન કર્યું હતું આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જવાનોનું બલિદાન એળે નહીં જાય. તેમણે કહ્યું કે, આપણા દેશ ના વીર જવાનો પર ગર્વ છે. તેઓ શહીદ થયા પણ મારતા-મારતા મર્યા છે. બેઠકમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર અને તેલંગાનાનાં મુખ્યમંત્રી સામેલ થયા હતા. જો કે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બેઠકમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો હતો.
આ અગાઉ પ્રથમ તબક્કા માં મગંળવાર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્યમંત્રીઓ અને ઉપ-રાજ્યપાલ સાથે ચર્ચા કરી હતી.અને તે વખતે પંજાબ સરકારની ‘માઇક્રો કન્ટેનમેન્ટ’ અને ‘હાઉસ ટૂ હાઉસ સર્વિલાન્સ’ રણનીતિની મોદીજી એ પ્રશંસા કરી તમામ રાજ્યોને આ મૉડલ અપનાવવા માટે સૂચન કર્યું હતું આજની અન્ય રાજ્યો ના મુખ્યમંત્રીઓ સાથે કોરોના અંગે ચર્ચા વિચારણા થઈ હતી.
