કોરોના વાયરસ સામે લડી રહેલા દેશના વોરિયર્સ નો હોસલો વધારવા માટે તેમજ કોરોના નો ઇલાજ કરી રહેલી હૉસ્પીટલો પર વિમાનો અને હેલિકૉપ્ટરથી ફૂલો વરસાવવામાં માટે દેશના સુરક્ષાદળ દ્વારા જબરજસ્ત પ્રદર્શન કરવામાં આવી રહયુ છે. જેનાથી કોરોના વોરિયર્સ માં ગજબ નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હિંમત વધી ગઈ છે, સાથેજ દેશના 24 જેટલાબંદરો ઉપર ધુન વાગવા સાથે નેવી અને કૉસ્ટગાર્ડના જહાજો ઉપર વિશેષ તૈયારીઓ કરી દેવાઈ હતી આજે રવિવાર કોરોના વોરિયર્સ માટે ઉત્સાહ વધારનારો છે જેઓનું સન્માન કરવાનો દિવસ છે. આખા દેશમાં લડાકૂ વિમાનો છવાવાયેલા રહેશે જે એક વિશેષ સન્માન છે.
આજે સવાર થી સાંજ સુધી દેશના વિભિન્ન ભાગો માં આ નજારો જોવા મળશે. પોલીસ-મેમૉરિયલ પર પોલીસ અને અર્ધસૈનિક દળોના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીને શરૂઆત કરવા સાથે કોરોના સામે ની લડત માં સામેલ તમામ યોદ્ધાઓ નું સન્માન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન શ્રીનગરથી વાયુસેનાના ફાઇટર જેટ્સ અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ્સની ફ્લાય પૉસ્ટ શરૂ થવા સાથે કેરાલાની રાજધાની તિરુવનંતપુરમ સુધી અને આસામના ડિબ્રુગઢથી પણ ફ્લાય પૉસ્ટ શરૂ થશે, જે ગુજરાતના કચ્છ સુધી જશે.
આ ફ્લાય પૉસ્ટ દેશના બધા મુખ્ય શહેરોમાં અકાશમાર્ગે નીકળશે. રાજધાની દિલ્હીના આકાશમાં સવારે 10 થી 10.30 સુધી લડાડૂ વિમાન અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સામેલ થવા સાથે.એરિયલ સેલ્યૂટ માટે વિમાન 500 મીટર નીચે સુધી આવવાનો નજારો કોરોના વોરિયર્સ ને પ્રોત્સાહિત કરવા માટે નો છે ,દેશના વોરિયર્સ દ્વારા હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડતા વોરિયર્સ ને સન્માન કરવાનો કદાચ ઇતિહાસમાં આ પ્રથમ પ્રસંગ છે.
