ચીન ની સરહદો ગળી જવાની મેલી મુરાદ ને ભારતે નાકામ બનાવી છે અને સરહદ ઉપર સતત ચીનીઓ ને તેમની ઔકાત બતાવી દેતા ચીના ઢીલા પડ્યા છે અને બોર્ડર ઉપર હવે તો ભારતીય સેનાએ લદ્દાખમાં આધુનિક આવાસ તૈયાર કરી અહીં જ અડીંગો જમાવતાં ચીન હવે શાન માં સમજી ગયું છે કે આ જૂનું ભારત નથી પણ ટક્કર આપી શકે તેવું ભારત છે,અને ભારત ના સૈનીકો ને ભગાડી દેવાના ગપ્પા સામે ભારતીય જવાનો હસી રહ્યા છે અને ચીનાઓ ને પડકાર ફેંકી રહયા છે.
અહીં ભારતીય સૈનિકો બનાવાયેલા નવા આવાસ વધુ સારી સુવિધાથી સજ્જ છે. તમામ નવી ટેકનીકથી બનાવેલા ઘરોમાં જવાન રહી શકશે. આમાં વીજળી,પાણી,ગરમી અને આરોગ્ય સુવિધાઓની સાથે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. સૈન્ય પાસે અત્યાર સુધી શિયાળા દરમિયાન તૈનાતી માટે સ્માર્ટ કેમ્પ હતા. નવા આવાસો તેમની સુવિધાઓમાં વધારો કરશે.
સેના ના સૂત્રો એ જણાવ્યું કે ફ્રન્ટલાઈન પર તૈનાત સૈનિકોને ગરમ ટેન્ટમાં રાખવામાં આવે છે. તેઓ વ્યૂહાત્મક રીતે જુદા જુદા સ્થળોએ તૈનાત કરવામાં આવે છે. તેથી, કટોકટીની સ્થિતિમાં સહાય માટે જરૂરી સિવિલ ઇન્ફ્રાસ્ટ્રકચર પણ કામ આવી શકે છે.
શિયાળામાં લદ્દાખમાં તાપમાન 30 થી 40 ડિગ્રી સુધી ઘટતું હોય છે. નવેમ્બર પછી અહીં 40 ફૂટ સુધી બરફ પડે છે. આ દરમિયાન સમગ્ર વિસ્તારનો માર્ગ વિખૂટો પડી જાય છે. આવી સ્થિતિમાં શિયાળામાં સરહદ પર સ્થિત સૈનિકોની કાર્યકારી કાર્યક્ષમતા જાળવવી જરૂરી છે. આ સેક્ટરમાં તૈનાત બધા જ સૈનિકો નવા આવાસમાં રાખવામાં આવશે.
પૂર્વી લદ્દાખમાં મે મહિનાથી ભારત અને ચીન વચ્ચે ભરી સ્થિતિ છે. આ સમય દરમિયાન ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં 20 સૈનિકો શહીદ થયા હતા. જ્યારે, ચીનના ઘણા સૈનિકો પણ માર્યા ગયા હતા.
હાલ બંને દેશોએ અનેક રાઉન્ડની વાતચીત બાદ સેનાને પાછળ હટાવવા બાબતે સંમત થયા છે. ડિસએંગેજમેન્ટની પ્રક્રિયા 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.
પ્રથમ પગલા તરીકે, ટેન્ક અને સશસ્ત્ર અંગત વાહકો બંને બાજુએથી ફ્રંટલાઇનથી નોંધપાત્ર અંતરે પાછળ હટાવવામાં આવશે. તે સ્પષ્ટ છે કે આવા શસ્ત્રોમાં લાંબા અંતર સુધીની મારક ક્ષમતા હોય છે અને તેને પાછળ હટાવવાથી બંને બાજુથી આક્રમક મુદ્દાઓ નરમ પડે છે.
બીજો પગલા તરીકે બંને બાજુએ પેંગોંન્ગ ત્સો તળાવના ઉત્તરી કાંઠેથી પીછેહઠ કરવાની છે. ભારતીય સૈનિકોએ ધન સિંઘ થાપા પોસ્ટ સુધી પાછળ જવું પડશે જ્યારે ચીનને આઇએસટી ઓફ ફિંગર 8 સુધી પાછળ હટવાનું છે.
ત્રીજા અને અંતિમ પગલા તરીકે બંને પક્ષો પેંગોંન્ગ ત્સો તળાવના દક્ષિણ કાંઠેથી સરહદી લાઇનથી પોતપોતાના સ્થાન પરથી પાછળ હટશે. જેમાં ચુશુલ અને રેજાંગ લા વિસ્તારની આસપાસની ઉંચાઇઓ સામેલ છે. જોકે, બન્ને પક્ષે યોગ્ય સમાધાન બાદ જોઈ વિચારી પગલાં ભરવામાં આવશે, ભૂતકાળ ના અનુભવો બાદ ભારત હવે ચાઈના ઉપર ભરોસો કરતું નથી અને સંપૂર્ણપણે ઍલર્ટ ની સ્થિતિ મા પગલાં ભરી રહ્યું છે.
