દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશવાસીઓ માટે રાહતના મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઝાયડસની કોરોના માટેની દવાના ઇમરજનસી ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી છે. ડીસીજીઆઇએ ઝાયડસની દવા વિરાઇનના ઉપયોગને લીલી ઝંડી આપી દીધી છે.
- કોવિડની સારવારમાં રાહતના સમાચાર
- ઝાયડસની વિરાફીનને DCGIએ આપી મંજૂરી
- કોવિડની સારવારમાં વિરાફીનને ઇમર્જન્સી મંજૂરી
- સામાન્ય લક્ષણવાળા દર્દીઓ માટે બની શકે છે અક્સીર
- કંપનીનો દાવો, શરૂઆતની સારવારમાં કોરોનાને વધતો અટકાવશે
- ભારતમાં 20-25 સેન્ટર કરાયું હતું દવાનું પરીક્ષણ
- પરીક્ષણમાં અન્ય ચેપને પણ દવાએ અટકાવ્યું
કોરોના દર્દીઓ માટે રામબાણ ગણાતી રેમડેસિવિરની અછત વચ્ચે આ રાહતના સમાચાર ગણી શકાય. મહત્વની બાબત એ છે કે હળવા લક્ષણો ધરાવતા વયસ્કોની સારવારમાં ઝાયડસની આ દવા ઉપયોગી થશે, ઝાયડસની આ દવાના પરીક્ષણ દરમિયાન 91.15 ટકા દર્દીઓ સાત દિવસમાં નેગેટિવ થયા છે.