ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિખવાદ વચ્ચે આજે ફેંસલો થવાની શક્યતાઓ વ્યકત કરાઈ રહી છે.
હાલ માં લદાખમાં ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે સોમવારે બંને દેશની સેનાની કમાન્ડર સ્તરની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં ભારત સરકાર વિવાદિત વિસ્તારોમાં ચીનની સેનાની હાજરી સંપૂર્ણ વાપસીની માંગ કરશે. આ બેઠક ભારતીય સરહદમાં આવેલા ચુશુલમં સોમવારે બપોરે 12 વાગ્યે શરૂ થનાર હોવાનું સૂત્રો એ જણાવ્યુ હતુ.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાના વડાઓની સંયુક્ત ભાગીદારી ધરાવતા ચાઈના સ્ટડી ગ્રૂપે શુક્રવારે આ બેઠકનો વ્યૂહ ઘડ્યો હતો. ચાઈના સ્ટડી ગ્રૂપ ચીનને લગતા મુદ્દાઓમાં વ્યૂહાત્મક નિર્ણયો લેવા માટે રચાયેલી ભારતની અગ્રણી સંસ્થા છે અને આજની બેઠક માં શુ નિર્ણય આવે છે તેના ઉપર નજર છે.
જોકે, અગાઉ આવી બેઠકો અનિર્ણત રહી છે અને કોઇ હલ આવ્યો નથી ત્યારે આજની બેઠક માં શુ નિર્ણય આવે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.
