ભારત નીરાષ્ટ્રીય સુરક્ષા માટે મોદી સામે વિપક્ષ દ્વારા સવાલો ઉઠતા રહ્યા છે અને કોંગ્રેસ ના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મનમોહન સિંહ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને દેશની સુરક્ષા મામલે સલાહ આપી રહ્યા છે ત્યારે આ અંગે એક થયેલા સર્વે માં 73 ટકા દેશવાસીઓને હજી પણ પીએમ નરેન્દ્ર મોદી પર વધુ વિશ્વાસ હોવાનું સામે આવ્યું છે. સી વોટર દ્વારા કરવામાં આવેલા તાજા સર્વે દરમ્યાન 14.4 ટકા લોકોએ રાહુલ ગાંધી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સર્વે મુજબ 73.6 ટકા ભારતીયોનું માનવું છે કે, માત્ર ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર ચીન સાથે ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવી શકે છે,અને માત્ર 16.7 ટકા લોકોએ વિપક્ષના વલણને ટેકો આપ્યો હતો. જ્યારે 9.6 ટકા લોકો માને છે કે સરકાર કે વિપક્ષ બંને ચીન સાથે વ્યવહાર કરવામાં સક્ષમ નથી.
લદાખમાં એલએસી નજીક ચીની સૈન્ય સાથેની અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. જેને પગલે બંને દેશોમાં તણાવની સ્થિતિ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સતત આ મુદ્દે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. આઈએએનએસ સીવોટર સ્નેપના તાજેતરના પોલ અનુસાર જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે છે ત્યારે માત્ર 39 ટકા ભારતીયો રાહુલ ગાંધી પર વિશ્વાસ કરે છે. જ્યારે 61 ટકા લોકો તેમના પર વિશ્વાસ નથી કરતા એવી વાત સામે આવી છે.
માત્ર 14.4 ટકા લોકોએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધી પર પૂર્ણ ભરોસો કરે છે. જ્યારે 24.3 ટકા લોકો તેમના પર અમુક હદ સુધી ભરોસો કરે છે. બીજી તરફ 61.3 ટકા લોકોએ કહ્યું કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાહુલ ગાંધી પર ભરોસો નથી કરતા. ત્યારે 16 ટકા પુરુષો અને 12 ટકા મહિલાઓ રાહુલ ગાંધી પર ખૂબ હદ સુધી ભરોસો કરે છે. જ્યારે આશરે 26 ટકા પુરુષો અને 22.6 ટકા મહિલાઓ અમુક હદ સુધી રાહુલ ગાંધી પર ભરોસો રાખે છે. આમ સર્વે દરમ્યાન આ વાત સામે આવી હોવાનું સ્પષ્ટ થયુ છે.જોકે 100 ટકા કોઈ એક ને સમર્થન નથી કરતા તેવી વાત બહાર આવી છે.
