નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે સંક્રમણના વધી રહેલા નવા કેસોએ ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગત શુક્રવારના કોરોના સંક્રમણના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ મુજબ 30 જુલાઇ, 2021ના રોજ સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના સંક્રમણના નવા 43,654 કેસ નોંધાયા છે અને 640 લોકોના આ મહામારીના લીધે મોત થયા છે. ઉપરાંત બીજી બાજુ 41,678 કોરોના સંક્રમિત લોકો સાજા થયા છે. આ અત્યાર સુધીમાં સારવાર બાદ 3,06,63,147 લોકો કોરોના સંક્રમણથી મુક્ત થયા છે. તો હાલ કોરોના સંક્રમિત સારવાર હેઠળ રહેલા એટલે કે એક્ટિવ કેસોની સંખ્યા 3,99,436 છે. દેશમાં કોરોના સંક્રમણના લીધે અત્યાર સુધીમાં 4,22,022 લોકોએ જીવ ગુમાવ્યો છે.
નોંધનિય છે કે, દેશમાં કોરોના મહામારીની બીજી લહેર બહુ ભયંકર રહી અને કરોડો લોકોને જીવલેણ ચેપ લાગ્યો જેનાથી લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ કોરોના વાયરસના ડેલ્ટા અને કપ્પા વેરિયેન્ટને ધ્યાનમાં રાખતા વૈજ્ઞાનિકો દ્વારા ભારતમાં મહામારીની ત્રીજી લહેર આવવાની ચેતવણી આપવામાં આવી રહી છે.