સરકાર ના કૃષિ કાયદાની વિરૂદ્ધ ખેડૂતો રસ્તા ઉપર ઉતરી ગયા ગયા છે અને ભારત બંધ નું એલાન અપાયું છે ત્યારે બીજી તરફ ખેડૂતો ને સમર્થન કરનાર આમ આદમી પાર્ટી એ સરકાર ઉપર મોટો આરોપ લગાવ્યો છે. AAPનું કહેવું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના જ ઘરમાં જ નજરકેદ કરી દેવાયા છે.
કેજરીવાલ સિંધુ બોર્ડર ઉપર ખેડૂતો ને સમર્થન કરવા ગયા બાદ જ્યારે પાછા આવ્યા છે ત્યારથી ઘરની બહાર નજરબંધની સ્થિતિમાં છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ઘરની સુરક્ષા વધારી દીધી છે અને બહાર નીકળવા દેવામાં આવી રહ્યા નથી. તેના લીધે દિલ્હી સીએમની તમામ બેઠકો રદ્દ કરી દેવાની ફરજ પડી છે.
આમ ભારત બંધ દરમ્યાન સમર્થન કરનાર પક્ષ ના કાર્યકરો ની અટકાયત ચાલુ છે અને નજર કેદ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ ચાલુ થયા છે.
