સરકાર ના કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 13 દિવસથી ચાલી રહેલા દેખાવો વચ્ચે રોડ ઉપર ઉતરી આવેલા ખેડૂતો દ્વારા આજે ભારત બંધના એલાન ને પગલે હાઇવે અને ટ્રેનો ઉપર રસ્તાજામ ના કાર્યક્રમો અપાઈ રહ્યા છે, ખેડૂતો ના આંદોલન ને 20 રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયન્સ સમર્થન કરી રહ્યાં છે. એની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. મળતી વિગતો મુજબ ગુજરાત ના વડોદરા , ભરૂચ , દહેજ હાઇવે ઉપર દેખાવો થયા ના અહેવાલો વચ્ચે દેશ માં અન્ય સ્થળો ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર દેખાવકારોએ ટ્રેન રોકી દીધી છે. મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લાના મલકાપુરમાં સ્વાભિમાની શેતતારી સંગઠનના લોકોએ એક ટ્રેન રોકી હતી,પોલીસે દેખાવકારો ની અટકાયત કરી લીધી છે.
ભારતીય કિસાન યુનિયનન પ્રવક્તા એ મીડિયા ને જણાવ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે દેખાવો કરી રહ્યા છે અને જે લોકો 2-3 કલાક માટે બંધમાં ફસાઈ જશે, અમે તેમને પાણી અને ફળ આપીશું.
ખેડૂતોએ કહ્યું હતું કે બંધ સવારથી સાંજ સુધી અને ચક્કાજામ સવારે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી રહેશે. જેથી ઓફિસ જનાર વર્ગ ને મુશ્કેલી ન થાય. જોકે એમ્બ્યુલન્સ જેવી જરૂરી સેવાઓ અને લગ્નમાં જોડાયેલી કારને રોકવામાં આવશે નહિ. બીજી તરફ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને કાયદો વ્યવસ્થા બનાવી રાખવાના નિર્દેશ આપ્યા છે. આમ દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયું છે.
