કોરોના નું સંક્રમણ વધતું જ રહ્યું છે અને તાજી માહિતી મુજબ આજે 5 મી સપ્ટેમ્બર શનિવારે દેશમાં કોરોના ના દર્દીઓ નો આંકડો 40 લાખને પાર થઇ ગયો હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલય માં જણાવાયુ છે, રજૂ કરાવમાં આવેલા આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં COVID-19ના 86432 નવા કેસ નો ઉમેરો થયો છે. કોરોના ના અત્યાર સુધી નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા 40 લાખને પાર કરતાં 40,23,179 પર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 1089 દર્દીઓ મૃત્યુ સાથે મૃત્યુઆંકની કુલ સંખ્યા 69,561 પર પહોંચી ગઈ છે. ભારતમાં હાલ વર્તમાન સ્થિતિ માં 8,46,395 કેસ એક્ટિવ છે. લેટેસ્ટ માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં 10,59,346 લોકોનું સ્ક્રીનિંગ થયું છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,77,38,491 લોકોના સેમ્પલ એકત્રિત કરાયા હોવાનું આરોગ્ય વિભાગ ના સૂત્રો જણાવી રહ્યા છે.
