સમગ્ર વિશ્વ માં કોરોના માં ભારત હવે બીજા નંબરે છે ત્યારે કોરોના રસી મામલે સારા સમાચાર સામે આવી રહયા છે.
ભારત અને ઈઝરાયલ દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવી રહેલી કોરોનાની ટેસ્ટિંગ કિટ હવે એક મિનિટથી પણ ઓછા સમયમાં પરિણામ આપશે અને સૌથી મહત્વ ની વાત તો એ છે કે કોરોનાના સંક્રમણની જાણકારી મેળવવા માટે ટેસ્ટ ટ્યૂબમાં વ્યક્તિ એ માત્ર એક ફૂંક જ મારવાની રહેશે અને ફૂંક મારતા જ માત્ર 30 સેકંડમાં જ પરિણામ આવી જશે કે કોરોના છે કે નહીં !
ભારત અને ઈઝરાયલની નવી શોધ
કોરોનાની નવી ટેસ્ટિંગ કિટ જલ્દી જ માર્કેટ માં આવી જશે
ભારત અને ઈઝરાયલનું કહેવું છે કે આ શોધ તેના છેલ્લા ચરણમાં છે. થોડા જ દિવસોમાં તેને પ્રયોગ માટે લાગૂ કરી શકાશે. આ પ્રક્રિયામાં ઝડપથી પરિણામ મળતું હોવાથી તે વધુ અસરકારક રહેશે. આ માટે વધુમાં વધુ 3 અઠવાડિયાનો સમય લાગશે. ભારતીય અને ઈઝરાયલી સંશોધનકર્તાએ 4 પ્રકારની પ્રોદ્યોગિકી માટે ભારતમાં મોટી સંખ્યામાં નમૂના એકત્ર કર્યા બાદ પરીક્ષણ કર્યું. તેમાં શ્વાસની તપાસ કરવી અને અવાજની તપાસ પણ સામેલ છે. કોરોનાની ઝડપથી તપાસ આ શોધથી થઈ શકશે. આ માટે લાળના નમૂનામાં કોરોનાની હાજરી પણ તપાસી શકાશે અને પોલી અમીનો એસિડનો ઉપયોગ કરતાં જ કોરોનાથી સંબંધિત પ્રોટિનને અલગ કરે છે. આમ હવે કોરોના રિપોર્ટ ની લાંબી પ્રોસિઝર માંથી છુટકારો મળી શકશે
