કોરોના નો રોગચાળો પીછો છોડી નથી રહ્યો અને દવા બનવવા માટે વિજ્ઞાનીઓ કામે લાગ્યા છે ત્યારે ભારત સરકારે પહેલી સ્વદેશી કોવિડ-19 વેક્સીનને પરીક્ષણની મંજૂરી આપી છે. ભારત બાયોટેકની તરફથી ‘કોવેક્સીન’ નામની રસીને તૈયાર કરાઇ છે. ભારત બાયોટેક એ ICMR અને NIVની સાથે મળીને આ વેકસીન ડેવલોપ કરવમાં આવી છે. કંપની ના નિવેદનમાં જણાવાયું છે કે ભારતીય ઔષધી મહાનિયંત્રક (DCGI)ની તરફથી માનવ પરીક્ષણની મંજૂરી મળી ચુકી છે.
દુનિયાભર માં દવા બનાવતી કંપનીઓ રસી વિકસિત કરવાના પ્રયાસમાં લાગી છે. ભારત સરકારે કહ્યુ હતુ કે 30 ગ્રૂપ વેક્સીન બનાવાના કામમાં લાગેલા છે.
દુનિયાભરમાં કેટલીય કંપની આ કામમાં લાગેલી છે. ગયા સપ્તાહે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું હતું કે બ્રિટનની એસ્ટ્રાજેનેકા આ વેક્સીનને બનાવાની ખૂબ નજીક છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા આ વેક્સીન પર કામ ચાલી રહ્યું છે.ત્યારે ભારત માં કોરોના ની રસી તૈયાર થઈ છે અને તેને માનવ પરીક્ષણ માટે મંજુરી મળતા જો સફળ થશે તો દુનિયા માં ડંકો વાગી શકે છે.
