ભારત માં કોરોના ની સંખ્યા સતત વધી રહી છે અને હાલમાં કોરોના પોઝીટીવ દર્દીઓ ની સંખ્યા નો આંકડો 10 લાખ ઉપર પહોંચી ચૂકયો છે. ચોંકાવનારી માહિતી મુજબ છેલ્લા ત્રણ જ દિવસમાં દેશમાં નવા 1 લાખ કેસ નોંધાયા હોવાનું સપાટી ઉપર આવ્યું છે. જેની વિશ્વસ્તરે નોંધ લેવાઈ છે દેશ માં સરકારી આંકડા મુજબ અત્યારસુધી 25 હજારથી વધુ લોકોના મોત થયા છે. જયારે 6 લાખ 16 હજાર 453 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે 3 લાખ 34 હજાર 826 દર્દીઓ સારવાર હેઠળ છે.
ભારતમાં કોરોના નું સંક્રમણ ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે .
નોંધનીય છે કે ગત તા.30 જાન્યુઆરીએ પ્રથમ કેસ આવ્યા બાદ 109 દિવસ પછી દેશમાં કોરોના થી સંક્રમિતોનો આંકડો એક લાખ પહોંચ્યો હતો. આગલા 39 દિવસમાં જ આ સંખ્યા 5 લાખને પાર કરી ગઇ હતી. આગામી 28 દિવસમાં પાંચ લાખ કેસ વધુ નોંધાયા હતા.દેશમાં પાંચ લાખથી 10 લાખ કેસ પહોંચવામાં 20 દિવસ લાગ્યા છે જે ચોંકાવનારુ છે, દુનિયા ના અન્ય દેશો પૈકી અમેરિકામાં 5થી 10 લાખ કેસ 17 દિવસમાં નોંધાયા હતા. બ્રાઝીલમાં 20 દિવસમાં કેસ 5 લાખથી 10 લાખ કેસ નોંધાયા હતા.
ભારત માં કોરોના ની હાલત ખરાબ છે અને હજુપણ જનજીવન અસરગ્રસ્ત છે, કોઈ વેકશીન બની નહિ હોવાથી કોરોના ની સારવાર શક્ય નહિ હોવાથી મૃત્યુ આંક વધી રહ્યો છે જો નિયમો નહિ પાળવા પર આ વાયરસ સ્પ્રેડ થાય છે જે ભારત ના ગીચ શહેરો માં બની રહ્યું છે. વાત તો એવી પણ છે કે સરકારી ચોપડે નહિ નોંધાયેલા કોરોના થી મૃત દર્દીઓ ની સંખ્યા વધુ હોય શકે છે.
