ભારત માં કોરોના ની સ્થિતિ બેહદ ખરાબ છે અને લોકડાઉન માં પાયમાલ થઈ ગયેલા ભારત માં મે મહિનાનાં છેલ્લા 10 દિવસમાં નવા કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. ભારતમાં પહેલી વખત એક જ દિવસમાં કોરોનાના 8,000થી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 10 દિવસમાંથી 7 દિવસ નવા કેસની સંખ્યા ચોંકાવનારી છે અને ભારતમાં પાંચ હજાર થી વધુ કોરોના વાયરસ દર્દીઓનાં મોત થયા છે. દેશમાં કોરોનાના સંક્રમિતોનો કુલ આંક 1.82 લાખ પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા આજે રવિવાર સુધીમાં 182143 થઇ છેઅને આ વાયરસથી અત્યાર સુધીમાં 5164 લોકોના મોત થયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 8380 નવા કેસ સામે આવ્યા અને 193 લોકોના મોત થયા છે. જ્યારે 86984 દર્દીઓ સાજા થયા છે.
મુંબઈ દેશનું સૌથી ખતરનાક હોટસ્પોટ બની ચૂકયું છે. અહીં કાલે શનિવારે માત્ર એકજ દિવસ માં 54 લોકોનાં મોત થયાં હતા જે એક દિવસનો રેકોર્ડ છે. કોરોનાથી આ મહાનગરમાં અત્યાર સુધીમાં 1,227 લોકોએ જીવ ગુમાવ્યો છે. શનિવારની રાત સુધીમાં મહારાષ્ટ્રમાંથી 65,168 કેસ નોંધાયા હતા. રાજ્યમાં 34 હજારથી વધુ એક્ટિવ કેસ છે. તે જ રીત ગુજરાતમાં શનિવારે 412 નવા કેસ નોંધાયા હતા અને 27 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. મહારાષ્ટ્ર પછી તે દેશનું બીજું રાજ્ય બન્યું છે જ્યાં કોરોનાથી મૃત્યુઆંક એક હજારને વટાવી ગયો છે. ગુજરાતનો મૃત્યુદર (6.2%) ખૂબ જ ટેન્શન આપી કરાવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં દર કલાકે એક દર્દીનું મોત નીપજ્યું હતું. ગુજરાત 16,000 કેસનો આંકડો પાર કરનાર દેસનું ચોથું રાજ્ય બની ચૂક્યું છે. આમ હવે છૂટછાટ બાદ મહારાષ્ટ્ર થી મોટી સંખ્યા માં કચ્છીઓ ધંધા બંધ કરી ગુજરાત ના કચ્છ માં આવી રહ્યા છે પરિણામે કચ્છ માં સંક્રમણ વધવાની શકયતા વ્યક્ત કરાઇ રહી છે.
