કાશ્મીર માં સક્રિય થયેલા નવુ ગ્રુપ તિરંગા ને માનતું નથી અને તિરંગો ફરકાવવા ની વિરુદ્ધ માં છે અને તેઓ દેશ વિરોધી વાણી વિલાસ કરી રહ્યા છે ત્યારે અમિત શાહે એક પછી એક ટ્વિટ કરીને આ જૂથના નેતાઓ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું, ગુપકાર ગેંગ ગ્લોબલ બની રહી છે, તેઓ ઇચ્છે છે કે વિદેશી તાકાત જમ્મુ-કાશ્મીરમાં દખલ કરે, ગુપકાર ગેંગ ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે, શું સોનિયાજી અને રાહુલજી આ જૂથના આવા પગલાંને આવકારે છે? તેઓએ પોતાનું સ્ટેન્ડ સંપૂર્ણપણે સ્પષ્ટ કરવું જોઈએ.
અમિત શાહે કહ્યું કે જમ્મૂ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા અભિન્ન અંગ રહેશે. અમિત શાહે કહ્યું કે ભારતના લોકો પોતાના રાષ્ટ્રીય હિતો સામે કોઇપણ પ્રકારનું અપવિત્ર ગ્લોબલ ગઠબંધનને સ્વીકાર કરશે નહીં.
શાહે કહ્યું હતું કે ગુપકાર ગેંગ અને કોંગ્રેસ મળીને જમ્મુ-કાશ્મીરને આતંક અને બરબાદીના સમયમાં પરત લઈ જવા માગે છે. આર્ટિકલ 370 હટવાથી દલિતો, મહિલાઓ અને આદિવાસીઓને અધિકાર મળ્યા છે. કોંગ્રેસ અને ગુપકાર ગેંગ મળીને અધિકાર છીનવવા માગે છે.
ગૃહમંત્રી શાહે કહ્યું- જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે. ભારતના લોકો દેશની વિરુદ્ધ કોઈ આંતરરાષ્ટ્રીય ગઠબંધનને સહન કરશે નહિ. ગુપકાર ગેંગે દેશના મૂડની સાથે ચાલવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીનગરના ગુપકાર રોડ ઉપર નેશનલ કોન્ફરન્સના ચીફ ફારુક અબ્દુલ્લા નું નિવાસસ્થાન છે. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટવવામાં આવી એના એક દિવસ પછી 4 ઓગસ્ટ, 2019ના રોજ આઠ સ્થાનિક દળોએ અહીં બેઠક કરી હતી. એમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તેને ગુપકાર ડિક્લરેશન કહેવામાં આવ્યું. ગુપકાર ડિક્લરેશનમાં આર્ટિકલ-370 અને 35એની માન્યતાની સાથે જ જમ્મુ-કાશ્મીર માટે રાજ્યનો દરજ્જો માગવામાં આવ્યો છે. સહયોગી પક્ષોના સૌથી સિનિયર નેતા હોવાના કારણે ડો.ફારુક અબ્દુલ્લાને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ગુપકાર ડિક્લરેશનને અમલમાં લાવવા માટે છ દળ એક થઇ ગયા છે જે દળો માં ડો.ફારુક અબ્દુલ્લાની અધ્યક્ષતાવાળી નેશનલ કોન્ફરન્સ, મહબૂબા મુફ્તિની આગેવાનીવાળી પીડીપી સિવાય સજ્જાદ ગની લોનની પીપલ્સ કોન્ફરન્સ, અવામી નેશનલ કોન્ફરન્સ, જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ અને માકાપાનું સ્થાનિક યુનિટ સામેલ છે. આ દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર ગ્રુપ સામે અમિત શાહે આકરી પ્રતિક્રિયા આપી હતી અને કોંગ્રેસ ને પૂછ્યું હતું કે તેઓ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા આ ગ્રુપ સાથે છે કે દેશ સાથે તે વાત સ્પષ્ટ કરવી પડશે.
